ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Monday, 30th March 2026
બહેરીનના ઈસા એર બેઝ પર ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઃ અમેરિકન નેવીના પી-૮ પોસાઈડન એરક્રાફટના હેંગર સહિતની ઈમારતોને નુકસાન

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી તસ્નીમ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં બહેરીન સ્થિત સંયુક્ત ઈસા એર બેઝ પર થયેલા ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, છેલ્લા એક મહિના દરમિયાન ઈરાન દ્વારા આ એર બેઝ પર ડઝનબંધ ઘાતક ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાઓને કારણે અમેરિકન નૌકાદળ (યુએસ નેવી)ના અત્યાધુનિક 'પી-૮ પોસાઈડન' મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફટ (દરિયાઈ ગશ્તી વિમાન)ના હેંગર સહિત અન્ય ઘણી મહત્વપૂર્ણ ઈમારતો અને લશ્કરી સુવિધાઓને મોટું નુકસાન પહોંચ્યું છે. મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત હુમલાઓ સતત વધી રહ્યા છે, જે બે દેશો વચ્ચેના તણાવની ગંભીરતા દર્શાવે છે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
