<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

નીતિશ કુમારનું વિધાન પરિષદમાંથી રાજીનામું

સીએમ પદ અંગે સસ્‍પેન્‍સ

પટના, તા.૩૦: બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલભર્યો રહ્યો છે. જેડીયુના સુપ્રીમો અને બિહારના રાજકીય ગણિતના માહેર ખેલાડી નીતિશ કુમારે વિધાન પરિષદના સભ્‍ય પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. મંત્રી વિજય કુમાર ચૌધરીએ આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્‍યું હતું કે નીતિશ કુમાર વતી MLC સંજય ગાંધી રાજીનામું લઈને વિધાન પરિષદ પહોંચ્‍યા હતા. જોકે, સભાપતિની ગેરહાજરીને કારણે હાલમાં આ પ્રક્રિયા માત્ર કાગળ પર છે, પરંતુ આ એક પગલાએ પટનાના રાજકીય ગલીયારાઓમાં એવી ચર્ચા જગાવી છે કે નીતિશ કુમાર હવે બિહારની ગાદી છોડીને કેન્‍દ્રીય રાજકારણમાં કોઈ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ રહ્યા છે.

ટેકનિકલ રીતે જોવામાં આવે તો નીતિશ કુમાર તાજેતરમાં જ રાજ્‍યસભાના સભ્‍ય તરીકે બિનહરીફ ચૂંટાયા છે. બંધારણીય નિયમો મુજબ, સંસદના સભ્‍ય બન્‍યા બાદ તેમણે રાજ્‍યના ગળહનું સભ્‍યપદ છોડવું અનિવાર્ય છે. જોકે, નીતિશ કુમાર હજુ પણ ટેકનિકલ જોગવાઈઓ મુજબ આગામી ૬ મહિના સુધી કોઈપણ ગળહના સભ્‍ય ન હોવા છતાં મુખ્‍યમંત્રી પદ પર ચાલુ રહી શકે છે. પરંતુ પ્રશ્‍ન એ છે કે શું તેઓ આ સમય મર્યાદાનો ઉપયોગ કરશે કે પછી તે પહેલા જ મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપીને બિહારની કમાન અન્‍ય કોઈ વિશ્વાસુ નેતાને સોંપી દેશે? આ સસ્‍પેન્‍સને કારણે હાલમાં વિપક્ષ અને સત્તાધારી ગઠબંધન બંનેમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

માત્ર નીતિશ કુમાર જ નહીં, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા નીતિન નવીને પણ બાંકીપુરથી ધારાસભ્‍ય પદ છોડીને રાજ્‍યસભામાં જવાની તૈયારી કરી લીધી છે. આ સામૂહિક પક્ષપલટા અને હોદ્દાના ફેરબદલ સૂચવે છે કે બિહારમાં સત્તાનું મોટું પરિવર્તન આવી શકે છે. જો નીતિશ કુમાર મુખ્‍યમંત્રીની ખુરશી છોડે છે, તો જેડીયુ અને ભાજપ વચ્‍ચે મુખ્‍યમંત્રીના ચહેરાને લઈને નવો વિવાદ છેડાઈ શકે છે. શું બિહારને નવા મુખ્‍યમંત્રી મળશે કે નીતિશ કુમાર દિલ્‍હીમાં કોઈ મહત્‍વનું મંત્રાલય સંભાળશે, તે આગામી ૨૪ કલાકમાં સ્‍પષ્ટ થવાની શકયતા છે. 

(2:25 PM IST)