હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 30th March 2026
AIIMSની પૂર્વ વિદ્યાર્થીની નિશા મહેતા બન્યા નેપાળના આરોગ્ય મંત્રી
હોસ્પિટલોમાં દર્દીઓની સેવા અને સામાજિક કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી

કાઠમંડુ, તા.૩૦: નેપાળના રાજકીય ફલક પર એક નવો સૂર્યોદય થયો છે. ભારત સાથે ગાઢ શૈક્ષણિક અને સાંસ્કળતિક સંબંધો ધરાવતા નિશા મહેતાને વડાપ્રધાન બાલેન્દ્ર શાહની સરકારમાં આરોગ્ય મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીની AIIMS જેવી વિશ્વવિખ્યાત સંસ્થામાંથી માસ્ટર ઓફ ર્નસિંગ પૂર્ણ કરનાર નિશા મહેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત હોસ્પિટલોમાં દર્દીઓની સેવા અને સામાજિક કાર્યકર તરીકે કરી હતી. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના માધ્યમથી રાજકારણમાં પ્રવેશેલા નિશા હવે ટેબલની બીજી બાજુ રહીને દેશની નીતિઓ ઘડશે, જે નેપાળના ઈતિહાસમાં એક દુર્લભ ઘટના છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
