<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ટ્રમ્પની 'શાર્પી' પેન પાછળ ભારતીય દિગ્ગજનો ટેકો: એઆઈ સલાહકાર શ્રીરામ કૃષ્ણન મેદાનમાં, ફાઉન્ટેન પેન પ્રેમીઓને આપ્યો જડબાતોડ જવાબ

ફેશન પત્રકારે ટ્રમ્પની માર્કર પેન વાપરવાની આદતને 'અમાન્ય' ગણાવી તો શ્રીરામે કર્યો બચાવ; અબજો લોકોના ભાવિ નક્કી કરતા હસ્તાક્ષર હવે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બન્યા.


વોશિંગ્ટન, તા.30: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની અનોખી શૈલી માટે જાણીતા છે, પછી તે તેમની રાજનીતિ હોય કે તેમની સહી કરવાની રીત. તાજેતરમાં ટ્રમ્પના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરના વરિષ્ઠ નીતિ સલાહકાર અને ભારતીય મૂળના દિગ્ગજ શ્રીરામ કૃષ્ણન એક અનોખા વિવાદમાં રાષ્ટ્રપતિના બચાવમાં આવ્યા છે. વિવાદનો વિષય કોઈ ગંભીર નીતિ નથી, પરંતુ ટ્રમ્પની પ્રિય 'શાર્પી' (Sharpie) માર્કર પેન છે!
શાર્પી વિરુદ્ધ ફાઉન્ટેન પેનનો જંગ
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેનેડિયન-અમેરિકન ફેશન પત્રકાર ડેરેક ગાયે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પસંદગી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ દસ્તાવેજો અને એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કરવા માટે ફાઉન્ટેન પેનને બદલે જાડી માર્કર જેવી શાર્પી પેનનો ઉપયોગ કરવો "અમાન્ય" (Invalid) છે. તેમના મતે, રાષ્ટ્રપતિ પદની ગરિમા મુજબ પરંપરાગત પેનનો ઉપયોગ થવો જોઈએ.
શ્રીરામ કૃષ્ણનનું જોરદાર બેટિંગ
ટ્રમ્પના વિશ્વાસુ સલાહકાર શ્રીરામ કૃષ્ણન આ ટીકા સામે મૌન ન રહ્યા. તેમણે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિની આ પસંદગીનું સમર્થન કર્યું છે. શ્રીરામનું માનવું છે કે જે હસ્તાક્ષર વિશ્વભરના અબજો લોકોના જીવનને અસર કરે છે, તે કઈ પેનથી થાય છે તેના કરતા તેની અસર વધુ મહત્વની છે. ટ્રમ્પ વર્ષોથી કસ્ટમ-મેઇડ શાર્પી પેનનો ઉપયોગ કરી રહ્યા છે, જે તેમના બોલ્ડ વ્યક્તિત્વનું પ્રતીક બની ગઈ છે.
ચર્ચામાં રહેતી ટ્રમ્પની પેન
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પણ કોઈ મોટા કાયદા પર હસ્તાક્ષર કરે છે, ત્યારે તે જાડી કાળી શાહીવાળી સહી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. ફાઉન્ટેન પેનની પાતળી નિબ (Nib) ને બદલે શાર્પીના જાડા સ્ટ્રોક્સ ટ્રમ્પને વધુ પસંદ છે. શ્રીરામ કૃષ્ણન જેવા ટેક-દિગ્ગજ જ્યારે આ બાબતે મેદાનમાં ઉતરે છે, ત્યારે તે દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં નાની-નાની બાબતોમાં પણ કેવી રીતે પરંપરાઓ તોડવામાં આવી રહી છે.

(5:42 PM IST)