ઈરાન અને હિઝબુલ્લાહનો સાથે મળીને ઈઝરાયેલ પર 'ડબલ એટેક':હાઈફા શહેરને નિશાન બનાવાયું
ઓઈલ રિફાઈનરી અને સૈન્ય મથકો પર મિસાઈલોનો વરસાદ :યુદ્ધમાં ઇઝરાયલના ઘાયલ લોકોનો આંકડો 6,000ને પાર

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે ભયાનક વળાંક પર પહોંચ્યો છે. ઈરાન અને હિઝબુલ્લાહ એ મળીને ઈઝરાયેલ પર 'ડબલ એટેક' કર્યો છે. આ ભીષણ હુમલામાં ઈઝરાયેલના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હાઈફા શહેરને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાં ઓઈલ રિફાઈનરી અને સૈન્ય મથકો પર મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો છે.
ઇઝરાયલના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ગત 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 6,008 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘાયલોમાં સૈનિકો અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગના લોકો મિસાઇલ હુમલા અથવા સુરક્ષિત સ્થળોએ આશરો લેવા જતી વખતે દુર્ઘટનાનો ભોગ બન્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં 121 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં જ વધુ 232 નવા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે મોટાભાગના લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે, પરંતુ કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય લોકોની સ્થિતિ હાલ સ્થિર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
