<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સમાં વધારાને કારણે પંજાબ અને હરિયાણા સાથે વિવાદ વકર્યો :બરોટીવાલા બોર્ડર પર ઉગ્ર પ્રદર્શન

મુખ્યમંત્રીએ ખાતરી આપી કે ટૂંક સમયમાં આ દરોને 'રૅશનલાઈઝ' કરવામાં આવશે અને સ્થાનિક લોકોને રાહત આપવા માટે 5 કિમીના દાયરામાં છૂટ આપવાની જોગવાઈ પણ વિચારાશે.

હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા પ્રવેશ શુલ્ક (એન્ટ્રી ટેક્સ) માં કરવામાં આવેલા વધારાને કારણે પડોશી રાજ્યો પંજાબ અને હરિયાણા સાથે વિવાદ વકર્યો છે. આ વધારાના વિરોધમાં હરિયાણાના સેંકડો લોકોએ સોલન જિલ્લાના બરોટીવાલા બોર્ડર પર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓની માંગ છે કે સીમાથી 5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા સ્થાનિકોને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે.

 

વિધાનસભામાં વિપક્ષના સવાલોનો જવાબ આપતા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે એન્ટ્રી ટેક્સ છેલ્લા 30 વર્ષથી અમલમાં છે, પરંતુ તાજેતરમાં તેને નેશનલ હાઈવે પર ફાસ્ટેગ (FASTag) પ્રણાલી સાથે જોડવાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આ દરોને 'રૅશનલાઈઝ' કરવામાં આવશે અને સ્થાનિક લોકોને રાહત આપવા માટે 5 કિમીના દાયરામાં છૂટ આપવાની જોગવાઈ પણ વિચારાશે.

નેતા વિપક્ષ જયરામ ઠાકુરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પંજાબ સરકાર તરફથી જવાબી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. જો આ વિવાદ જલ્દી નહીં ઉકેલાય, તો તેની અસર હિમાચલની ટેક્સી યુનિયનો અને સામાન્ય જનતા પર પડશે. બીજી તરફ, ભાજપ ધારાસભ્ય રણધીર શર્માએ પણ સરકારને આ બાબતે વેપારીઓ અને સ્થાનિકોને વિશ્વાસમાં લેવા અપીલ કરી છે.

 

(9:56 PM IST)