હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે બેન્ક અકાઉન્ટ નંબર પણ પોર્ટેબલ કરી શકશોઃ બેન્ક બદલાશે પણ નંબર એ જ રહેશે
ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે : નવી વ્યવસ્થાનો મોટો ફાયદો એ હશે કે ગ્રાહક કોઈ પણ સમયે ખરાબ સેવા આપનારી બેન્કને છોડી શકશે

નવી દિલ્હી તા.૩૧:ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવે ગ્રાહકોને બેન્ક બદલવા માટે પોતાનો અકાઉન્ટ નંબર બદલવાની જરૂર પડશે નહીં. રિઝર્વ બેન્કના નવા પ્લાન અનુસાર બેન્ક અકાઉન્ટ પોર્ટેબિલિટી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. જેનાથી લોકો કોઈ પણ ઝંઝટ વિના એક બેન્કમાંથી બીજી બેન્કમાં શિફટ થઈ શકશે. આ બદલાવ ગ્રાહકોને વધારે સુવિધા અને આઝાદી આપવાના ઈરાદાથી લાવવામાં આવી રહ્યો છે.
હાલના સમયમાં જો કોઈ વ્યક્તિ બેન્ક બદલે છે તો તેમને નવો અકાઉન્ટ નંબર લેવો પડે છે અને દરેક જગ્યાએ તેને અપડેટ કરવું પડે છે. પણ નવા સિસ્ટમ્સમાં આપને અકાઉન્ટ નંબર એક યુનિવર્સલ ઓળખની માફક કામ કરશે. તેનો મતલબ એ છે કે જો આપ બેન્ક બદલી શકો છો, પણ આપનો અકાઉન્ટ નંબર એ જ રહેશે. નવી બેન્ક એ નંબરને આપની સિસ્ટમમાં એક્ટિવ કરી દેશે. તેનાથી બેન્ક બદલવી એકદમ મોબાઈલ નંબર પોર્ટ કરવા જેવું સરળ કામ થઈ જશે.
આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ હશે કે ગ્રાહક કોઈ પણ સમયે ખરાબ સેવા આપનારી બેન્કને છોડી શકશે. હાલમાં કેટલાય લોકો ખાલી ઝંઝટના ડરથી બેન્ક નથી બદલતા, પણ હવે આવું થશે નહીં. જો કોઈ બેન્ક વધારે ચાર્જ લે છે અથવા સારી સર્વિસ નથી આપતી તો ગ્રાહક સરળતાથી બીજી બેન્કમાં જઈ શકશે.
બેન્ક બદલતી વખતે સૌથી મોટી ચિંતા એ હોય છે કે EMI, SIP અથવા બિલ પેમેન્ટ અટકી જવાની, પણ નવી સિસ્ટમમાં આવું થશે નહીં. એક સેન્ટ્રલાઈઝડ પ્લેટફોર્મ દ્વારા તમામ ઓટો ડેબિટ અને પેમેન્ટ્સ આપોઆપ નવી બેન્કમાં ટ્રાંસફર થઈ જશે. ગ્રાહકોને કોઈ કંપની અથવા બેન્કને અલગથી જાણકારી આપવાની જરૂર નહીં રહે. તેનાથી ટ્રાન્ઝેક્શન કોઈ પણ અડચણ વિના ચાલુ રહેશે.
આ આખી પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને Payments Switching Service (PaSS) કહેવાય છે. આ સિસ્ટમમાં આપના તમામ ઓટો-ડેબિટ અને પેમેન્ટ્સના ડેટા સુરક્ષિત રહેશે. જેવું આપ બેન્ક બદલશો, આ સિસ્ટમ આપોઆપ તમામ પેમેન્ટ્સ નવી બેન્કમાં ટ્રાંસફર કરી દેશે.
બેન્ક માટે પણ એક ચેલેન્જ હશે, કેમ કે હવે તેમને ગ્રાહકોને જાળવી રાખવા માટે સારી સેવા આપવી પડશે. જો કે ત્જ્લ્ઘ્ કોડ જેવા અમુક ટેકનિકલ બદલાવ થઈ શકે છે, પણ અકાઉન્ટ નંબર એ જ રહેશે. કુલ મળીને આ પગલું બેન્કિંગ સિસ્ટમને વધારે આધુનિક, સરળ અને ગ્રાહક કેન્દ્રિત બનાવવાની દિશામાં મોટો બદલાવ સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
