News of Tuesday, 31st March 2026
અપીલના કેસમાં GSTનું ડબલ પેમેન્ટ રોકવા ફોર્મ ડીઆરસી-૦૩ના માધ્યમથી જ પેમેન્ટ કરો
તમે જીએસટી અપીલમાં જવા માગો છો? : ડીઆરસી-૦૩ ફોર્મ ભરી ડિમાન્ડની રકમ સામે પેમેન્ટ કરે તો અપીલમાં જતી વખતે જમા કરાવવાની થતી ૨૦ ટકા રકમ સામે તેને એડજસ્ટ કરવામાં આવે છે

નવી દિલ્હી,તા.૩૧: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લગતા કેસોમાં વેપારી સામેની ડિમાન્ડનાં નાણાં જીએસટી-ડીઆરસી-૦૩ના પોર્ટલના સેક્શનમાંથી ફોર્મ ડીઆરસી-૦૩ના માધ્યમથી જ ચૂકવણી કરવી જોઈએ અને તેની સાથે ડિમાન્ડ આઈડીને પણ જોડવી જોઈએ. આ રીતે ચૂકવણી કરવામાં આવે તો અપીલ દાખલ કરતી વેળાએ કેસના સંદર્ભમાં જમા આપવામાં આવેલી રકમ અપીલના કેસમાં ઊભી થયેલી ડિમાન્ડ સામે જ એડજસ્ટ કરવામાં આવે છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કે આ સંદર્ભમાં આજે એક એડવાઈઝરી બહાર પાડી છે. કરદાતાઓએ તપાસ દરમિયાન કરેલી ચુકવણીઓ અપીલ કરતી વખતે કેવી રીતે ગણવી તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. ઘણા કરદાતાઓએ ફરિયાદ કરી હતી કે અગાઉ ચુકવણી કરી હોવા છતાં જીએસટીના પોર્ટલ પ્રી-ડિપોઝિટની એટલે કે અપીલમાં જતાં પહેલા ડિમાન્ડની રકમના ૨૦ ટકા રકમ જમા કરાવવાની માગણી ચાલુ રાખવામાં આવે??.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કે પણ સ્પષ્ટતા કરી છે કે કરદાતાઓએ ફોર્મ જીએસટી ડીઆરસી-૦૩ મારફતે કરેલી ચૂકવણીઓને સંબંધિત ડિમાન્ડ સામે એડજસ્ટ કરવા માટે ફોર્મ ડીઆરસી-૦૩ જ ભરવું જોઈએ. વેપારી સામે કાઢવામાં આવેલી ડીમાન્ડના સંદર્ભમાં થતી તપાસના કાળમાં જમા કરાવેલી રકમ પણ ડિમાન્ડની રકમ સામે જ એડજસ્ટ કરવામાં આવે છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિષ્ણાતોનું કહેવું છે કે જીએસટી ડીઆરસી-૩એ જીએસટીના પોર્ટલ પરનું એક સાધન છે. તેના માધ્યમથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવાની ઊભી થયેલી ટેક્સની જવાબદારી અદા કરવા માટે જીએસટી ડીઆરસી-૩ ફોર્મ સુધી જઈ શકાય છે. જીએસટી ડીઆરસી-૩ ફોર્મ ભરીને જમા કરાવેલી રકમ અપીલ હેઠળના લેણાની રકમ સામે જ એડજસ્ટ થયા કરે છે. વેપારીના ઈલેક્ટ્રોનિક રાજસ્ટરમાં જમા ટેક્સની વ્યવસ્થિત નોંઘણી પણ થાય તેની તકેદારી ફોર્મ ડીઆરસી-૦૩ રાખે છે. પરિણામે વેપારીએ એક જ કારણસર બે વાર જીએસટી ભરવો પડતો નથી. તેમ જ અપીલના કેસમાં ભરવાની થતી રકમ સામે જમા કરાવેલી રકમ એડજસ્ટ કરવામાં આવે છે. જમા કરાવેલા ટેક્સની ગણતરી સરળતાથી કરી શકાય છે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
