News of Tuesday, 31st March 2026
પંજાબમાં હોસ્પિટાલિટી સેક્ટરમાં રૂ.૨૦૦ કરોડની ચોરીનો પર્દાફાશ
તપાસ આગળ વધતા રકમ વધીને રૂ.૫૦૦ કરોડ થવાની સંભાવના : ઢાબા, રેસ્ટોરન્ટ, ખાવાની જગ્યાઓ, બેકરી, મિઠાઈની દુકાનો અને કેટરિંગ સર્વિસ સહિત કુલ ૮૮૨ જગ્યાઓ પર તપાસ

નવી દિલ્હી,તા.૩૧: પંજાબ સરકારે રાજ્યનાં હોસિપટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કર્યો છે અને તપાસ આગળ વધતા આ રકમ વધીને ૫૦૦ કરોડ રૂપિયા થવાની સંભાવના છે તેમ રાજ્યનાં નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
પત્રકાર પરિષદને સંબોધતા ચીમાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કરવામાં ટ્ટ આવેલી કાર્યવાહી હેઠળ ઢાબા, રેસ્ટોરન્ટ, ખાવાની જગ્યાઓ, બેકરી, મિઠાઈની દુકાનો અને કેટરિગ સર્વિસ સહિત કુલ ૮૮૨ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ડેટા એનાલિટિક્સ અને રિસ્ક એસેસમેન્ટ પર આધારિત આ કામમાં અત્યાર સુધી ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષને આવરી લેવામાં આવ્યો છે. જ્યારે ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫નાં ડેટાનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ટેક્સ ચોરીની રકમ વધવાની સંભાવના છે.
પ્રધાને જણાવ્યું હતું કે અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં ૨૩૯ કેસોની તપાસ કરવામાં આવી છે. જેમાં ૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર છુપાવવાનું સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ટર્નઓવર છુપાવવાનો અર્થ એ થાય છે કે પાંચ ટકા પર ૨.૫૪ કરોડ રૂપિયાનં ટેક્સ ચુકવવાનું બાકી છે. જેમાંથી ૨.૦૨ કરોડ રૂપિયા અગાઉ જ વસૂલ કરવામાં આવ્યા હતાં. જ્યારે બાકીની રિકવરીની કાર્યવાહી ચાલી રહી છે. ચીમાએ વધુમાં જણાવ્યું હતું કે ત્રણ કેસમાં બે કરોડ રૂપિયાથી વધુ, છ કેસોમાં ૧ કરોડ રૂપિયાથી વધારે, ૧૮ કેસોમાં ૫૦ લાખ રૂપિયાથી વધારે, કેસોમાં ૨૬ ૨૫ લાખ રૂપિયાથી વધારે અને ૯૧ કેસોમાં પાંચ લાખ રૂપિયાથી વધારાની ચોરી પકડવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ઢાબાઓમાં ૧૦ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી, ખાવાની નાની જગ્યાઓ, કોફી અને ચાની દુકાનોમાં ૮ કરોડ રૂપિયા, પિઝા અને ફાસ્ટ ફૂડની દુકાનોમાં ૬ કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરી પકડવામાં આવી છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
