News of Tuesday, 31st March 2026
યુદ્ધની અસર ‘કિંગ'ને હવે શાહરુખ ખાન મુંબઈમાં જ કરશે શૂટિંગ
શાહરુખ ખાનની ફિલ્મનું શૂટિંગ અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે રદ કરવામાં આવ્યું : હવે સુહાના ખાન અને અનિલ કપૂર સાથે મુંબઈમાં જ થશે શૂટિંગ

મુંબઈ,તા.૩૧: સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિગ‘, જેમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે, તે વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ હાલમાં નિર્માણાધીન છે, અને ફિલ્મ ‘કિગ‘નું શૂટિગ દુબઈ માં થવાનું હતું. શાહરુખ ખાનની સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અનિલ કપૂર અને સુહાના ખાન નું શૂટિગ ત્યાંના રણમાં થવાનું હતું. જોકે, યુએસ-ઈરાન યુદ્ધને કારણે શેડ્યૂલ રદ કરવામાં આવ્યું છે.હવે શૂટિંગ મુંબઈમાં જ થશે.
સુત્રોએ આપેલી માહિતી અનુસાર, ટીમે અમીરાતમાં શૂટિગ માટે જરૂરી પરવાનગીઓ મેળવી લીધી હતી. ૯ એપ્રિલથી એક અઠવાડિયાનું શેડ્યૂલ બનવાનું હતું. પરંતુ પ્રદેશની ગતિશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ કલાકારો અને ક્રૂની સલામતી સાથે કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ‘કિગ‘ની બાકી રહેલ એક્શન સિકવન્સનું શૂટિગ હવે મુંબઈમાં જ થશે. હવે નિર્માતાઓએ મુંબઈના વિલે પાર્લે ના એક સ્ટુડિયોમાં એક સેટ બનાવ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, મેકર્સે સેટ-પીસ માટે સિદ્ધાર્થે કલ્પના કરેલા સ્કેલને મેચ કરવા માટે બધું જ કર્યું છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ વિશાળ છે. શાહરુખ ખાન, સુહાના ખાન અને અનિલ કપૂર ઉપરાંત, ફિલ્મમાં અભિષેક બચ્ચન રાની મુખર્જી દીપિકા પાદુકોણ, અરશદ વારસી જયદીપ અહલાવત સૌરભ શુક્લા અભય વર્મા અને રાઘવ જુયાલ પણ છે. થોડા મહિના પહેલા, કિગના નિર્માતાઓએ એક વિડીયો શેર કરીને જાહેરાત કરી હતી કે આ ફિલ્મ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ ક્રિસમસ સપ્તાહના અંતે રિલીઝ થશે.
શાહરૂખના ચાહકો ત્રણ વર્ષ પછી તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતાની છેલ્લી રિલીઝ ‘ડંકી‘ હતી, જે ૨૦૨૩માં થિયેટરમાં રિલીઝ થઈ હતી
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
