<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ટ્રમ્‍પ આરબ દેશો પાસેથી યુદ્ધનો ખર્ચ વસૂલશે?

પ્રથમ ૬ દિવસમાં ૧૧.૩ બિલિયન ડોલરથી વધુ ખર્ચઃ ટ્રમ્‍પ એકલા જંગી ખર્ચ ઉઠાવવાના મૂડમાં નથી

વોશિગ્‍ટન,તા.૩૧: ઈરાન સામે યુએસ-ઇઝરાયલ યુદ્ધ  પર અબજો ડોલર ખર્ચ થઈ રહ્યા છે, ત્‍યારે વ્‍હાઇટ હાઉસ તરફથી તાજેતરના સંકેતો મુજબ ટ્રમ્‍પ હવે આ યુદ્ધનો બોજ એકલા ઉઠાવવાના મૂડમાં નથી. વ્‍હાઇટ હાઉસે સ્‍પષ્ટ કરી દીધું છે કે આરબ દેશો પાસેથી યુદ્ધ ખર્ચ વહેંચવાની અપેક્ષા રાખી શકાય છે.

વ્‍હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પ્રેસ બ્રિફિંગમાં જણાવ્‍યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઈરાન સામે ચાલી રહેલા યુએસ-ઇઝરાયલ યુદ્ધના ખર્ચને આવરી લેવા માટે આરબ દેશો પાસેથી મદદ મેળવવામાં ખૂબ જ રસ રાખશે. લેવિટે કહ્યું કે ટ્રમ્‍પ આવું વિચારી રહ્યા છે અને ભવિષ્‍યમાં વધુ ચર્ચા કરી શકે છે.

ઝિન્‍હુઆ ન્‍યૂઝ એજન્‍સી અનુસાર, આ મહિનાની શરૂઆતમાં, પેન્‍ટાગોનના અધિકારીઓએ યુએસ કોંગ્રેસને જણાવ્‍યું હતું કે ટ્રમ્‍પ વહીવટીતંત્રે ઈરાન સામેના યુદ્ધના પહેલા છ દિવસમાં ૧૧.૩ બિલિયન ડોલરથી વધુ ખર્ચ કર્યો હતો.

વોલ સ્‍ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, યુદ્ધથી પેન્‍ટાગોનને પહેલા ત્રણ અઠવાડિયામાં ૧.૪ બિલિયન ડોલરથી ૨.૯ બિલિયન ડોલરની વચ્‍ચે ખર્ચ થયો હતો. આ અંદાજ પેન્‍ટાગોનના ભૂતપૂર્વ બજેટ અધિકારી ઈલેન મેકકુસ્‍કરના અહેવાલ પર આ અંદાજઆધારિત છે.

વ્‍હાઇટ હાઉસે કોંગ્રેસ પાસેથી ઓછામાં ઓછા ૨૦૦ બિલિયન ડોલરના વધારાના લશ્‍કરી બજેટની વિનંતી કરી છે. આ નાણાંનો ઉપયોગ ઈરાનમાં ચાલી રહેલા લશ્‍કરી કાર્યવાહીને ભંડોળ પૂરું પાડવા અને પેન્‍ટાગોનના શષોના ભંડારને ફરીથી ભરવા માટે કરવામાં આવશે.

લેવિટે એમ પણ કહ્યું હતું કે ઊર્જાના ભાવમાં હાલનો વધારો કામચલાઉ છે. તેમણે જણાવ્‍યું હતું કે આ ટૂંકા ગાળાના પગલાં અને ટૂંકા ગાળાના ભાવમાં વધઘટ છે, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ, તેના સૈન્‍ય અને તેના સાથીઓ માટે ખતરારૂપ ઈરાનને હટાવવાનલ હેતુ છે.

લેવિટે ગલ્‍ફ વોરનો પણ ઉલ્‍લેખ કર્યો. તે સમયે, યુનાઇટેડ સ્‍ટેટ્‍સે સંયુક્‍ત રાષ્ટ્રના સમર્થનથી, ઘણા દેશો સાથે મળીને ઇરાક સામે કાર્યવાહી કરી હતી. હાલમાં, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અને ઇઝરાયલ મોટાભાગે ઇરાન સામે એકલા કાર્યવાહી કરી રહ્યા છે, તેમની પાસે એક સમયે જે આંતરરાષ્ટ્રીય સમર્થન અથવા પ્રાદેશિક સહયોગ હતો તે આ વખતે નથી. 

(10:27 AM IST)