"ભારતમાં, જ્ઞાન હંમેશા મુક્ત પ્રવાહ તરીકે વહેતું રહ્યું છે. દરેક યુગમાં, તીર્થંકરો, ઋષિઓ અને જ્ઞાની વિચારકો અવતાર પામ્યા: પીએમ મોદી
પીએમ મોદીએ ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું :મહાવીર જયંતીના દિવસે કોબામાં જૈન હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા છે. આજે પીએમ મોદીએ ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ આજે મહાવીર જયંતીના દિવસે કોબામાં જૈન હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. આજના આ સમારંભમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે, "આજે મહાવીર જયંતી પાવન પર્વ પર મને અહીં આવવાનો અવસર મળ્યો છે. હું કોબા તીર્થ પરથી સમસ્ત દેશવાસીઓને ભગવાન મહાવીર જયંતીની શુભેચ્છાઓ આપું છું."
પીએમ મોદીએ જણાવ્યુ કે, "મને આનંદ છે કે આપણા પૂજ્ય સંતોએ આ જૈન હેરિટેજ મ્યુઝિયમની રચના ભારતના સહસ્ત્રાબ્દી જૂના વારસા, જૈન ધર્મના કાલાતીત જ્ઞાન અને તેમાંથી મળેલી પ્રેરણાઓને સદીઓ સુધી અમર રાખવા અને તેને નવા અને આધુનિક સ્વરૂપમાં આવનારી પેઢી સુધી પહોંચાડવાના વિઝન સાથે કરી હતી. આજે, આ વિઝન એક ભવ્ય સ્વરૂપમાં આકાર લઈ રહ્યું છે. આ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જૈન દર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણા પ્રાચીન વારસાના પવિત્ર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આ અનોખા પ્રયાસ માટે હું આપણા બધા જૈન સંતોની પ્રશંસા કરું છું
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, "એક તરફ કેટલાક શાસકો હિંસાને હથિયાર તરીકે વાપરીને શાસન કરતા હતા, ત્યારે સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેસતાં જ અહિંસાનો ફેલાવો કર્યો. તેમણે સત્ય, અસ્તેય અને અપરિગ્રહના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. શાસનને સેવાના માધ્યમ તરીકે ગણીને જીવન જીવવું આવી નિઃસ્વાર્થ ભક્તિ સાથેની સીખ આપણે ભારતના ભૂતકાળમાંથી મેળવીએ છીએ."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
