<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

નરેન્‍દ્રભાઇના હસ્‍તે જામનગરનાં કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઇ-લોકાર્પણ

૨૫૭ કરોડના ખર્ચે સુવિધા ઉપલબ્‍ધઃ જામનગરના રેલ્‍વે વિકાસમાં નવો અધ્‍યાય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૧: જામનગરના રેલવે વિકાસમાં એક નવો અધ્‍યાય શરૂ થશે. રૂ. ૨૫૭ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ ‘કાનાલુસ- જામનગર રેલખંડ ડબલિંગ' પરિયોજનાનું લોકાર્પણ વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા વીડિયો કોન્‍ફરન્‍સિંગ (VC) માધ્‍યમથી ગુજરાતમાં રૂા. ૮૯૧ કરોડના રેલવે પ્રોજેક્‍ટ્‍સનું રાષ્‍ટ્રને સમર્પણ કરશે.

ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ક્ષેત્રીય વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે.  ડિવિઝનલ રેલવે મેનેજર (DRM), રાજકોટ ડિવિઝને જણાવ્‍યું છે કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા ગુજરાતમાં કુલ રૂ. ૮૯૧ કરોડના વિવિધ રેલવે પ્રોજેક્‍ટ્‍સનું લોકાર્પણ કરશે.

આ અવસરે જામનગર રેલવે સ્‍ટેશન ખાતે આયોજિત સ્‍થાનિક કાર્યક્રમમાં સૌ ઉપસ્‍થિત રહેશે.

કાનાલુસ-જામનગર ડબલિંગ પરિચાલનમાં વિલંબ ઘટશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. ક્ષમતામાં વધારોઃ માલગાડીઓની ગતિ વધવાથી સ્‍થાનિક વેપાર અને ઉદ્યોગોને મોટો વેગ મળશે. વિકાસઃ આ પ્રોજેક્‍ટ જામનગર અને આસપાસના વિસ્‍તારોના સામાજિક-આર્થિક પરિવર્તનનું નવું પ્રકરણ લખશે. તેમ ડિવિઝનલ રેલવે મેનેજર (ઝય્‍પ્‍), રાજકોટ ડિવિઝન, પヘમિ રેલવેની યાદીમાં જણાવાયું છે

(1:22 PM IST)