<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકા માટે ચીનનો ટેકો માંગ્યો

ચીન ઈરાનના તેલ, ગેસ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં $400 બિલિયનનું રોકાણ કરશે

ચીને ઈરાન વાટાઘાટોમાં પાકિસ્તાન સાથે સહયોગ વધારવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે ચીનની મુલાકાત લીધી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી હતી  ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકા માટે ચીનનો ટેકો માંગ્યો હતો . ચીને ઈરાન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે, જેમાં 25 વર્ષના સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાનો સમાવેશ થાય છે જેમાં ચીન ઈરાનના તેલ, ગેસ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં $400 બિલિયનનું રોકાણ કરશે.

 

(11:18 PM IST)