<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

વિપક્ષના સાંસદોની સંસદમાં ગેરહાજરી વચ્ચે માસ્ટર સ્ટ્રોક રણનીતિ : એફસીઆરએ એમેન્ડમેન્ટ બિલ થકી ધર્માંતરણ માફિયાઓ અને વિદેશી ફંડિંગ પર સીધો પ્રહાર

*આ કડક કાયદો દેશમાં સક્રિય કથિત ખ્રિસ્તી મિશનરીઓ, ગેરકાયદેસર ધર્માંતરણ કરાવતા માફિયાઓ અને વિદેશથી શંકાસ્પદ ફંડિંગ મેળવતા બિનસરકારી સંગઠનો (એનજીઓ) માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે

ભારતીય સંસદમાં હાલ એક અત્યંત પ્રભાવી અને અનોખી રાજકીય રણનીતિ જોવા મળી રહી છે, જેને સોશિયલ મીડિયા પર નેટીઝન્સ 'મોટા ભાઈ' એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની એક માસ્ટર સ્ટ્રોક વ્યુહરચના ગણાવી રહ્યા છે. 

જ્યારે મોટાભાગના વિરોધ પક્ષના સાંસદો પોતપોતાના હોમ ટાઉન અને મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા માટે ગૃહમાં હાજર નથી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને રાષ્ટ્રલક્ષી સુધારાવાદી ખરડાઓ (બિલ્સ) કોઈપણ અડચણ વિના સરળતાથી પસાર કરવામાં આવી રહ્યા છે. 

ટેલિગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર વાયરલ થયેલી વિગતો મુજબ, આ પૈકીનું સૌથી નોંધપાત્ર 'એફસીઆરએ' (વિદેશી ફાળો નિયમન કાયદો) સુધારા વિધેયક છે. એવો સ્પષ્ટ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કડક કાયદો દેશમાં સક્રિય કથિત ખ્રિસ્તી મિશનરીઓ, ગેરકાયદેસર ધર્માંતરણ કરાવતા માફિયાઓ અને વિદેશથી શંકાસ્પદ ફંડિંગ મેળવતા બિનસરકારી સંગઠનો (એનજીઓ) માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે. 

(1:07 AM IST)