<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પર ઈરાન યુદ્ધ પૂર્વે સંરક્ષણ કંપનીઓમાં કરોડોના રોકાણના ગંભીર આક્ષેપો: પેન્ટાગોનનો રદીયો*

*હેગસેથ સાથે સંકળાયેલા એક શેર બ્રોકરે ઈરાન સાથેના યુદ્ધની શરૂઆત પૂર્વે જ અગ્રણી સંરક્ષણ ઉત્પાદક કંપનીઓમાં કરોડો ડોલરનું જંગી રોકાણ કર્યું?

અમેરિકન સંરક્ષણ વિભાગ 'પેન્ટાગોન' દ્વારા પ્રતિષ્ઠિત અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક વિવાદાસ્પદ અહેવાલને સખત શબ્દોમાં નકારી કાઢવામાં આવ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ 'એક્સ' પર વાયરલ થયેલા આ અહેવાલમાં સનસનીખેજ દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સાથે સંકળાયેલા એક શેર બ્રોકરે ઈરાન સાથેના સંભવિત યુદ્ધની શરૂઆત થાય તે પહેલાં જ અગ્રણી સંરક્ષણ ઉત્પાદક કંપનીઓમાં કરોડો ડોલરનું જંગી રોકાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

 

આ બાબતને અમેરિકન રાજકારણમાં ઈનસાઈડર ટ્રેડિંગ અને હિતોના ગંભીર ટકરાવ તરીકે જોવામાં આવી રહી હતી. જોકે, સંરક્ષણ સચિવના સત્તાવાર પ્રવક્તા સીન પાર્નેલે આ તમામ આક્ષેપોને સદંતર પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વાર્તા સંપૂર્ણપણે "ખોટી અને ઉપજાવી કાઢેલી" છે. વધુમાં, પેન્ટાગોન દ્વારા ફાઈનાન્શિયલ ટાઈમ્સ પાસે આ ખોટા અહેવાલને તાત્કાલિક પાછો ખેંચવાની અને જાહેર માફી માંગવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. *

(1:01 AM IST)