<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રશિયન લશ્‍કરી વિમાન ક્રેશઃ ૨૯ લોકોના મોત.

કાળા સમુદ્રમાં સ્‍થિત ક્રિમીઆન દ્વીપકલ્‍પમાં એક ખડકમાં ક્રેશ : દુર્ઘટનામાં બધા ૨૯ લોકોના મોત

મોસ્‍કો તા.૧: શિયાના ક્રીમિયામાં બુધવારે સવારે એક મોટી સૈન્‍ય હોનારત સર્જાઈ છે. રશિયન સેનાનું An-26 વિમાન એક ઊંચા પહાડ સાથે અથડાવાને કારણે ક્રેશ થઈ ગયું છે. આ ભીષણ અકસ્‍માતમાં વિમાનમાં સવાર તમામ ૨૯ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, વિમાનમાં ૨૩ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્‍બર્સ સવાર હતા, જેમાંથી કોઈ પણ જીવિત બચ્‍યું નથી.

આ અકસ્‍માત તે સમયે થયો જ્‍યારે વિમાન બ્‍લેક સી (કાળો સમુદ્ર) પાસે ક્રીમિયા દ્વીપકલ્‍પ પરથી પસાર થઈ રહ્યું હતું. રશિયન ન્‍યૂઝ એજન્‍સીઓના અહેવાલ મુજબ, ક્રેશ થવાના થોડા સમય પહેલા જ વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. લાંબી શોધખોળ બાદ જ્‍યારે વિમાનનું લોકેશન મળ્‍યું, ત્‍યારે જાણવા મળ્‍યું કે તે સીધું પહાડ સાથે અથડાયું હતું. રશિયન રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દુર્ઘટના સ્‍થળેથી કોઈ પણ વ્‍યક્‍તિ જીવિત મળી નથી.

રશિયન સમાચાર એજન્‍સી TASS એ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્‍યું છે કે વિમાનમાં ૨૯ લોકો સવાર હતા, જેમાં ૨૩ મુસાફરો અને ૬ ક્રૂ સભ્‍યોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, ૩૧ માર્ચના રોજ, મોસ્‍કો સમય મુજબ સાંજે ૬:૦૦ વાગ્‍યે, લશ્‍કરી પરિવહન વિમાન નિર્ધારિત ઉડાન પર હતું ત્‍યારે તેનો ક્રિમિયા ઉપર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે અચાનક સંપર્ક તૂટી ગયો. ત્‍યારબાદ વિમાન ક્રેશ થયું.

અહેવાલો અનુસાર, વિમાન કાળા સમુદ્રમાં ક્રિમિઅન દ્વીપકલ્‍પ પર એક ખડક સાથે અથડાયું. આ અકસ્‍માતમાં તમામ ૨૯ લોકોના મોત થયા. ક્રિમિઅન એ પ્રદેશ છે જેને રશિયાએ ૨૦૧૪ માં યુક્રેનથી કબજે કર્યો હતો.

રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્‍યું હતું કે શોધ અને બચાવ ટીમોએ ક્રેશ સ્‍થળ શોધી કાઢ્‍યું છે. ઘટનાસ્‍થળ પરથી મળેલી માહિતી દર્શાવે છે કે બોર્ડમાં રહેલા તમામ મુસાફરો અને ક્રૂના મોત થયા છે.

(10:47 AM IST)