<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ઈરાન મુદ્દે બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું યુરોપિયન યુનિયન સમય (ઇયુ) મુજબ રાત્રે ૯ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ન્યૂયોર્ક: વ્હાઈટ હાઉસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે અમેરિકન  રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધનમાં ઈરાન સાથેના સંઘર્ષ અને મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ અંગે અત્યંત મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે. એવું મનાય છે કે એક તરફી યુદ્ધ  બંધ કરાયાની જાહેરાત કરી દેશે

 

તાજેતરમાં, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક આક્રમક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન હવે લગભગ નષ્ટ થઈ ચૂક્યું છે અને યુદ્ધનો સૌથી મુશ્કેલ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તેમણે યુનાઈટેડ કિંગડમ (યુકે) જેવા મિત્ર દેશોની આકરી ટીકા કરી હતી, જેમણે ઈરાન સામેના સૈન્ય અભિયાનમાં અમેરિકાને સાથ આપવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જે દેશો હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા ભારે તણાવને કારણે જેટ ફ્યુઅલની અછતનો સામનો કરી રહ્યા છે, તેઓએ હવે પોતાની લડાઈ જાતે લડતા શીખવું પડશે. અમેરિકા તેમને હવે વધુ મદદ નહીં કરે. રાષ્ટ્રપતિએ યુરોપિયન દેશોને બે સ્પષ્ટ વિકલ્પો આપ્યા છે: કાં તો તેઓ અમેરિકા પાસેથી તેલ ખરીદે, અથવા પૂરતી હિંમત બતાવીને દરિયાઈ માર્ગે જાતે તેલ મેળવી લે. *

(9:35 AM IST)