<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

અમે યુદ્ધ ખતમ કરવા માગીએ છીએઃ સુરક્ષાની ગેરન્‍ટી આપો

ઈરાનના સૂર બદલાયા : યૂરોપીય પરિષદના અધ્‍યક્ષ સાથે ફોન પર થયેલી વાતચીતમાં રાષ્ટ્રપતિ પેઝેશ્‍કિયને સ્‍પષ્ટ કર્યું કે ઈરાન સંઘર્ષને વધારે ખેંચવા નથી માગતું

તેહરાન,તા.૦૧: મિસાઈલ હુમલાની વચ્‍ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્‍કિયને પહેલી વાર સંકેત આપ્‍યા છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની જરુરી ઈચ્‍છાશક્‍તિ ધરાવે છે. જો કે આ શાંતિની ઓફર સાથે ઈરાને એક કડક શરત પણ રાખી દીધી છે કે ભવિષ્‍યના હુમલા વિરુદ્ધ મજબૂત ગેરન્‍ટી મળે.

યૂરોપીય પરિષદના અધ્‍યક્ષ સાથે ફોન પર થયેલી વાતચીતમાં રાષ્ટ્રપતિ પેઝેશ્‍કિયને સ્‍પષ્ટ કર્યું કે ઈરાન સંઘર્ષને વધારે ખેંચવા નથી માગતું. તેમણે કહ્યું કે અમે આ જંગને ખતમ કરવા માટે તૈયાર છીએ. શરત એટલી કે અમારી સુરક્ષાની ખાતરી થાય અને ભવિષ્‍યમાં થનારા આક્રમણોને રોકવાની ગેરન્‍ટી મળે. પેઝેશ્‍કિયને ભાર આપ્‍યો કે કોઈ પણ ડિલ ઈરાની જનતાના હિતો અને સુરક્ષાની ગેરન્‍ટી વિના સ્‍વીકાર્ય નથી.

ઈરાનની શાંતિની ઓફર વચ્‍ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વલણ ખૂબ જ આક્રમક છે. ધ ન્‍યૂયોર્ક પોસ્‍ટને આપેલા ઈન્‍ટરવ્‍યૂમાં ટ્રમ્‍પે કહ્યું કે, અમે હાલમાં તેમને સંપૂર્ણપણે ખતમ કરી રહ્યા છીએ, અમે ત્‍યાં વધારે સમય સુધી નથી રહેવાના. પણ તેમની વચ્‍ચે રહેલા અમુક હુમલાખોરોને ખતમ કરવા માટે થોડું કામ બાકી છે. ટ્રમ્‍પે સંકેત આપ્‍યા છે કે અમેરિકા આ યુદ્ધને લાંબું ખેંચવા નથી માગતું અને જલદી ત્‍યાંથી બહાર નીકળી જશે.

(10:02 AM IST)