<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

૨૮ વર્ષથી દર વર્ષે મેડિકલની પરીક્ષા આપે છેઃ પણ હજી સુધી પાસ નથી થયા

ગોરખપુરની BRD મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૯૯૮માં દાખલ થયો હતો

ગોરખપુર,તા.૦૧: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક મેડિકલ કોલેજ છે અને અહીં ત્રણ વિદ્યાર્થીઓ એવા સદાબહાર છે કે છેલ્‍લાં લગભગ દસથી ૨૮ વર્ષથી અહીં ભણે છે, પરીક્ષાઓ આપે છે અને છતાં નાપાસ થતા હોવાથી અહીંના અહીં જ પડ્‍યા રહ્યા છે. ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૯૯૮માં દાખલ થયો હતો. જ્‍યારે બીજા બે વિદ્યાર્થીઓ ૨૦૦૯ અને ૨૦૧૯ની સાલમાં જોડાયા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ એકેય પરીક્ષામાં પાસ નથી થઈ શક્‍યા. જોકે એ પછી પણ થાક્‍યા નથી. ધીરે-ધીરે વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છે. મેડિકલ કોલેજે હવે આ ત્રણેય વિદ્યાર્થીઓનાં રિઝલ્‍ટ જાહેર કરવાનું બંધ કરી દીધું છે. જોકે ૨૮ વર્ષથી જે સ્‍ટુડન્‍ટ પરીક્ષા આપી રહ્યો છે તેણે પોતાનું રિઝલ્‍ટ જાહેર થાય એ માટે હાઈ કોર્ટમાં ગુહાર લગાવી હતી. તાજેતરમાં હાઈ કોર્ટના કહેવાથી કોલેજે તેનું રિઝલ્‍ટ જાહેર કર્યું હતું, પરંતુ એમાંય તે બે વિષયમાં નાપાસ થયો હતો. સવાલ એ છે કે આટલાં વર્ષો પછી ધારો કે આ વિદ્યાર્થી ડોક્‍ટર બની પણ જાય તો એ કેવો ડોક્‍ટર હશે?

(10:06 AM IST)