<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

TDS વિના નાણાં ચૂકવવા UIN ફરજિયાત

દર ત્રણ મહિને યુઆઇએનના માધ્‍મયથી કરેલી ચુકવણીની વિગતો આપવી પડશે

મુંબઈ,તા.૦૧: ટીડીએસ કાપ્‍યા વિના નાણાંની ચુકવણી કરવામાં આવે તો નાણાં ચૂકવનારે યુઆઈએન નંબર આઇટી પોર્ટલ પરથી જનરેટ કરીને તેના થકી જ નાણાંની ચુકવણી કરવાની રહેશે. જો ટીડીએસ વિના ચુકવણી કરવામાં આવે તેવા કિસ્‍સામાં આ નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. તેમજ તે અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્‍યું હોવાથી આવતીકાલથી એટલે કે એક એપ્રિલથી તેનો અમલ ફરજિયાત કરવામાં આવશે. જો આ નિયમનું પાલન નહીં કરનાર સામે ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવાની છે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ દ્વારા ઇન્‍કમટેક્‍સ એક્‍ટ ૨૦૨૫ અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું છે. જે મુજબ, ૧ એપ્રિલ ૨૦૨૬થી ટીડીએસની કપાત વગર પેમેન્‍ટ મેળવવા માટે કરવામાં આવતા ડિક્‍લેરેશન ફોર્મ ૧૨૧ માટે

હવે યુઆઈએન (યુનિક આઈ ડેન્‍ટિફિકેશન નંબર જનરેટ કરવો ફરજિયાત બનશે. આ નવા ફેરફારથી ટેક્‍સ ચોરી રોકવા અને ડેટા ટ્રેકિગ વધુ મજબૂત બનશે. અત્‍યાર સુધી ફોર્મ આવતી જાહેરાતોમાં ટ્રેકિગની કોઈ ચોક્કસ વ્‍યવસ્‍થા નહોતી, જેના કારણે ઘણીવાર મિસયૂઝ થવાની શક્‍યતા રહેતી હતી.

હવે દરેક ડિક્‍લેરેશન માટે ૨૬ આંકડાનો યુઆઈએન જનરેટ થશે. આ વ્‍યવસ્‍થાથી નાણાં ચૂકવનાર અને નાણાં મેળવનાર બંનેની વિગતો સરકાર પાસે ડિજિટલ સ્‍વરૂપે ઉપલબ્‍ધ રહેશે. આ માટે નાણાં મેળવનારે પાનકાર્ડ સાથેની તમામ વિગતો ચૂકવનારને આપવાની રહેશે. નાણાં ચૂકવનારે આ વિગતો ઈન્‍કમટેક્‍સ પોર્ટલ પર અપલોડ કરી યુઆઇએન જનરેટ કરવાનો રહેશે. ઈન્‍કમટેક્‍સ વિભાગને નાણાંની ચુકવણીની તમામ વિગતો મળી રહે તેવા આશયથી આ નિયમ લાગુ કરાયો છે.

૨૬ આંકડાનો યુઆઇએન નંબર આ રીતે બનશે

નાણાની ચુકવણી માટે બનાવવામાં આવનાર યુઆઇએનમાં સિકવન્‍સ નંબર ૧૦ આંકડાનો રહેશે. ત્‍યારબાદ કયા વર્ષમાં તેની ચુકવણી કરવામાં આવી છે તે તારીખ સહિતની વિગતો ૬ આંકડાની રહેશે. જ્‍યારે જે વ્‍યક્‍તિ નાણાંની ચુકવણી કરે છે તેનો ટાન નંબર ૧૦ આંકડાનો રહેશે. આ તમામ વિગતોના આધારે જે નંબર તૈયાર થશે તેને યુઆઇએન તરીકે ઓળખવામાં આવશે.

નાણાં ચૂકવનારે વિગતો નહીં આપી તો કાર્યવાહી થશે

નવા નિયમ મુજબ જો કોઈ વ્‍યક્‍તિ ફિઝિકલ ફોર્મ આપે તો પણ તેનું ડિજિટાઈઝેશન કરી પોર્ટલ પર રિપોર્ટિગ કરવું ફરજિયાત છે. દર ક્‍વાર્ટરમાં એટલે કે દર ત્રણ મહિને આ ડેટા ફાઈલ કરવાનો રહેશે. નાણાં ચૂકવનાર આમાં ભૂલ કરે તો નોટિસ, સ્‍ક્રૂટિની અથવા પેમેન્‍ટ ડિસએલાઉન્‍સ જેવી કાયદાકીય મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

(10:07 AM IST)