News of Wednesday, 1st April 2026
ગૂગલ, માઈક્રોસોફટ સહિત ૧૮ ટેક કંપની પર આજથી હુમલાઃ ઈરાન
અમેરિકાએ ઈરાનમાં આચરેલા આતંકવાદી કૃત્યોના જવાબમાં બુધવારે રાત્રે ૮ કલાકથી યુએસ કંપનીઓની તબાહી શરૂ થશે

દુબઈ તા.૧: ઈરાનનના રીવોલ્યુશનરી ગાર્ડ્સે પહેલી એપ્રિલથી ખાડી દેશોમાં કાર્યરત અમેરિકાની ૧૮ ટેક કંપનીઓ પર હુમલા કરવાની ચીમકી આપી છે. ઈરાનના વિસ્તારમાં અમેરિકાએ કરેલા હુમલાના જવાબમાં યુએસની અગ્રણી ટેકનોલોજી-ઈન્ડસ્ટ્રિયલ કંપનીઓને નિશાન બનાવવાની જાહેરાત કરતા ૧૮ કંપનીના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં માઈક્રોસોફટ, ગૂગલ, એપ્પલ ઈન્ટેલ, IBM, ટેસ્લા અને બોઈંગનો પણ સમાવેશ થાય છે.
ઈરાન રીવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સની સત્તાવાર યાદી મુજબ, અમેરિકાએ ઈરાનમાં આચરેલા આતંકવાદી કૃત્યોના જવાબમાં બુધવારે રાત્રે ૮ કલાકથી યુએસ કંપનીઓની તબાહી શરૂ થશે. ભારતીય સમય મુજબ રાત્રે ૧૦ કલાકથી આ હુમલા શરૂ થશે. ઈરાને આ તમામ કંપનીના કર્મચારીઓને પોતાના સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે. યુએસ દ્વારા સૈન્ય કાર્યવાહીમાં ઈન્ફર્મેશન એન્ડ કમ્યૂનિકેશન ટેકનોલોજી (ICT) તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરાય છે. ઈન્ટેલિજન્સ નેટવર્ક, સેટેલાઈટ ઈમેજરી, સર્વેલન્સ ડ્રોન્સ, સિગ્નલ ઈન્ટેલિજન્સ અને રીયલ ટાઈમ ડેટા એનાલિસીસમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી અમેરિકા આ યુદ્ધમાં સતત આગળ રહ્યું છે. દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર કાલિબાફ સાથે મંત્રણા ચાલે છે. રીવોલ્યુશનરી ગાર્ડ્સમાં કામ કરી ચૂકેલા મોહમ્મદે પાકિસ્તાની મધ્યસ્થીમાં ચાલી રહેલી વાટાઘાટોમાં ઈરાન ભાગ લઈ રહ્યું હોવાના દાવાને મોહમ્મદે નકારી કાઢ્યા હતા.
દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલ-હિજબુલ્લાહની લડાઈમાં યુએન પીસ ફોર્સના ત્રણ કર્મચારીનાં મોત
સાઉદીના પાટનગર રિયાધ પર લોન્ચ થયેલી ત્રણ બેલાસ્ટિક મિસાઈલ તોડી પડાઈ
ઈરાન નરમ ન પડ્યું હોવાથી અમેરિકાને સાથી ખાડી દેશોએ ઈરાનને સજ્જડ પરાજય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવા કહ્યું
હાજર બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ મંગળવારે ૧૦૭ ડોલર હતો, જે યુદ્ધ શરૂ થયા પછી ૪૫ ટકા ઊછાળો બતાવે છે
ફ્રાન્સે યુએસ એરફોર્સને હુમલા માટે પોતાના બેઝ વાપરવા છૂટ આપી, પરંતુ સ્પેન-ઈટાલીએ યુએસ પ્લેન માટે નો એન્ટ્રી ફરમાવી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
