<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

પતંજલિમાં સ્‍વામી રામદેવજીનો ૩૨મો સંન્‍યાસ દિવસ ઉજવાયો

શિક્ષણ, દવા, સંશોધન, કૃષિ, ઉદ્યોગ, રોજગાર, પ્રકૃતિ, પર્યાવરણ, ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ, યુગ નિર્માણ, વેદધર્મ, રાષ્ટ્રધર્મ અને સનાતન ધર્મની સેવાના ક્ષેત્રમાં ઐતિહાસિક યોગદાન

હરિદ્વાર તા.૧: રામ નવમીના શુભ અવસરે પતંજલિ યોગપીઠના સર્વોચ્‍ચ વડા સ્‍વામી રામદેવજી મહારાજનો ૩૨મો સન્‍યાસ દિવસ પતંજલિ વેલનેસ, પતંજલિ યોગપીઠ-૨ ખાતે સ્‍થિત વિશાળ ઓડિટોરિયમ યોગ ભવનમાં ઉજવાયો હતો.

સ્‍વામી રામદેવજી કહ્યું હતું કે પતંજલિ યોગપીઠે ૩૨ વર્ષની સફરમાં શિક્ષણ, દવા, સંશોધન, કૃષિ, ઉદ્યોગ, રોજગાર, પ્રકૃતિ, પર્યાવરણ, ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ, યુગ નિર્માણ, વેદધર્મ, રાષ્ટ્રધર્મ અને સનાતન ધર્મની સેવાના ક્ષેત્રમાં ઐતિહાસિક યોગદાન આપ્‍યું છે. તેમણે કહ્યું કે આજે સેંકડો ટ્રસ્‍ટો અને વિવિધ સંગઠનો દ્વારા, દેશના ૬૦૦ થી વધુ જિલ્‍લાઓના ૫૦૦૦ થી વધુ તાલુકાઓમાં ૩૫ લાખથી વધુ ગામડાઓમાં અને વિશ્વના લગભગ ૨૦૦ દેશોમાં, ભગવાન પતંજાલિ દ્વારા યોગ, આયુર્વેદ, સ્‍વદેશી અને સનાતન ધર્મને પ્રોત્‍સાહન આપવાનું કાર્ય થઇ રહ્યું છે.

આચાર્ય બાલકૃષ્‍ણએ સ્‍વામી રામદેવજીને ૩૨મા સંન્‍યાસદિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે આપણે બધા ભાગ્‍યશાળી છીએ કે ભગવાને આપણને પૂજ્‍ય સ્‍વામીજીના સહયોગી તરીકે કંઈક કરવાની તક આપી છે. ભારતીય શિક્ષણ બોર્ડના કાર્યકારી અધ્‍યક્ષ એન.પી. શ્રી સિહે જણાવ્‍યું હતું કે પૂ. સ્‍વામીજી ભારતીય સંસ્‍કૃતિ અને તેની વૈશ્વિક પ્રતિષ્ઠાના પુનઃસ્‍થાપનમાં ખૂબ જ સક્ષમ અને માર્ગદર્શક વ્‍યક્‍તિત્‍વ છે

 

 

(10:14 AM IST)