<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

બૈરુત નજીક ઇઝરાયલી હુમલામાં બે લોકોના મોત

ઈરાનમાં બીજા સ્‍ટીલ પ્‍લાન્‍ટ પર હુમલો

બૈરૂન, તા.૧: પશ્‍ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે સ્‍થિતિ વિસ્‍ફોટક અને બેકાબૂ બની ગઈ છે. ઇઝરાયેલ અને અમેરિકાનો ઈરાન સાથેનો ભીષણ સંઘર્ષ હવે ૩૩માં દિવસમાં પ્રવેશી ચૂકયો છે અને સ્‍થિતિ વધુ ખતરનાક બની ગઈ છે. મિસાઇલોના વરસાદ અને સતત ધડાકાઓએ તબાહીનું દ્રશ્‍ય સર્જ્‍યું છે. આ યુદ્ધ હવે સરહદો ઓળંગીને વૈશ્વિક ખતરો બની ગયું છે, જ્‍યાં દરેક ક્ષણે વિનાશ અને અનિશ્‍ચિતતાનો પડછાયો ઘેરો બની રહ્યો છે. વાંચો સમગ્ર તબાહીનું દ્રશ્‍ય લાઈવ ઈસ્‍ફહાન પાસે વધુ એક સ્‍ટીલ પ્‍લાન્‍ટ પર હુમલો ઈરાનના ઈસ્‍ફહાન પાસે વધુ એક સ્‍ટીલ પ્‍લાન્‍ટ પર હુમલો થયો છે. ફાર્સ ન્‍યૂઝ એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, બોર્જુન વિસ્‍તારમાં આવેલા સેફીદાશ્‍ત સ્‍ટીલ પ્‍લાન્‍ટને નિશાન બનાવવામાં આવ્‍યો હતો. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બચાવ કામગીરી માટેની ટુકડીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે અને પરિસ્‍થિતિની તપાસ કરી રહી છે

(10:41 AM IST)