<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ફોર્મ નં. ૧૬ને બદલે ફોર્મ નં. ૧૩૦ : આવકવેરા વ્‍યવસ્‍થામાં આજથી ઐતિહાસિક ફેરફાર અમલી

નવી રચના ટેક્‍સ ગણતરી પારદર્શિતા વધારશે અને ઇન્‍કમટેક્ષ ફાઇલિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે

નવી દિલ્‍હી તા.૧: સરકારે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ના સ્‍થાને આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ અમલમાં મૂકતા ટેક્‍સ સિસ્‍ટમમાં મહત્‍વપૂર્ણ સુધારો ફોર્મ ૧૩૦ માત્ર પગારદાર કર્મચારીઓ પૂરતું સિમિત ન રહેતાં પેન્‍શનર્સ અને ૭૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પણ આવરી લે છે ભારત સરકારે આવકવેરા અધિનિયમ, ૧૯૯૧ ના સ્‍થાને આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ અમલમાં મૂક્‍તા ટેક્‍સ સિસ્‍ટમમાં મહત્‍વપૂર્ણ સુધારો કર્યા છે, જે ૧ એપિલ, ૨૦૨ ધી લાગુ થયો છે. આ સુધારાઓ હેઠળ, કોર્મ નં. ૧૯ ને સવે ફોર્મ નં. ૧૩૦ તરીકે બદલવામાં આવ્‍યું છે, જે વધુ વ્‍યાપક અને આધુનિક TIDS પ્રમાણપત્ર તરીકે રજૂ કરવામાં આવ્‍યું છે. આ નવી વ્‍યવસ્‍થા સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ દ્વારા સુચિત આવકવેરા નિયમો, ૨૦૨૬ અંતર્ગત લાગુ કરવામાં આવી છે

ફોર્મ ૧૩૦ માત્ર પગારદાર કર્મચારીઓ પૂરતું મર્યાદિત ન રહેતાં તે પે-ન્‍શનરો અને ૭૫ વર્ષથી વધુ વયના નિર્ધારિત વરિષ્ઠ નાગરિકોને પણ આવરી લે છે. ખાસ કરીને, બાજ આવક પર વ્‍ઝલ્‍ સંભપિત જોગવાઈઓનો સમાવેશ આ ફોર્મમાં કરવામાં આવ્‍યો છે, જે અગાઉ ફોર્મ ૧૦માં આવરી વાતો નહોતો. આથી, ટેક્‍સપેયર્સ માટે વધુ સંકલિત માહિતી એક જ દસ્‍તાવેજમાં ઉપલબ્‍ધ બને છે છે. આ નવી રચના ટેક્‍સ મણતરી ધારદર્શિતા વધારશે અને ITR ફાઇલિગ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. આ નવી વ્‍યવસ્‍થા PAN આધારિત ડિજિટલ ટ્રેકિગને પ્રોત્‍સાહન આપે છે. જેનાથી TDS mhmutch જટશે અને ટેક્‍સપેવર્સને વધુ પારદર્શક અને વિશ્વસનીય માહિતી મળશે. વ્‍યાવસાયિક લ્લષ્ટિએ, ક્ષેમ ૧૩૦ એ હોર્મ ૧૯ નું વિસ્‍તૃત અને સુધારેલ સ્‍વરૂપ છે, જે ટેક્‍સ સિસ્‍ટમને વધુ સુવ્‍યવસ્‍થિત અને કાર્યક્ષમ બનાવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગૂંચવાડો ઓછો અને સરળતા વધુ છે

ફોર્મ- ૧૩૦નું હકારાત્‍કમ પાસેએ છે કે તેમાં કન્‍ફયુઝન એટલે કે ગુંચવાડો ઓછો છે. તેમાં મીસમેચ ઓછુંહોવા ઉપરાંત તેમાં પ્રોસેસિગ ઝડપીબનશે. તેમાં સ્‍ટ્રક્‍ચર્ડ સેલેરી બ્રેક અપ અને ડીજીટલ કોમ્‍પલ્‍યન્‍સ વધુ સરળ બનશે. આ બદલાવ ન્‍યુ ઈન્‍કમ ટેક્‍સ એક્‍ટ ૨૦૨૫ લાગુ થવાને કારણે થયો છે. મુખ્‍ય રીતે નંબર બદલાયો છે. કામ લગભગ એ જ છે ફોર્મ- ૧૬ એ એમ્‍પલોયર સેલેરી પરથી TDS કાપે તેનું સર્ટીફીકેટ છે. સરળ શબ્‍દોમાં કહીએ તો ફોર્મ- ૧૬ બંધ નથી થયું. તેનુ ફક્‍ત નામ બદલાઈને ફોર્મ. ૧૩૦ થયું છે.

આઇટી ફોર્મના નવા નંબર  ૨૦૨૬-૨૭ થીઅમલી

ફોર્મ 16 -   ફોર્મ 130

ફોર્મ 16A -   ફોર્મ131

ફોર્મ26AS -  ફોર્મ168           

ફોર્મ24Q -    ફોર્મ138

ફોર્મ26Q -    ફોર્મ140

ફોર્મ27Q -    ફોર્મ144

ફોર્મ-૧૬ ભૂતકાળ બન્‍યું,૬૧ વર્ષ જૂનો ઈન્‍કમ  ટેક્‍સનો કાયદો બદલાયા

પરંપરાગત ફોર્મ નં. ૧૬ સરળ અને સહેલાઈથી સમજાય એવો દસ્‍તાવેજ છે, જે ખાસ કરીને પગારદાર વર્ગ માટે ઉપયોગી છે, પરંતુ તે માત્ર પગાર અને TDS સુધી મર્યાદિત રહે છે. બીજી તરફ, નવા ફોર્મ નં. ૧૩૦ વધુ વ્‍યાપક છે અને વિવિધ આવકસ્ત્રોતોને આવરી લે છે, જેના કારણે માહિતી વધુ સંપૂર્ણ અને પારદર્શક બને છે. જોકે, તેની વિગતવાર રચના સામાન્‍ય કરદાતાઓ માટે શરૂઆતમાં થોડી જટિલ લાગી શકે છે. આથી, ફોર્મ ૧૬ સરળતા માટે અને ફોર્મ ૧૩૦ સંપૂર્ણ માહિતી માટે વધુ ઉપયોગી ગણાય છે. ફોર્મ ૧૩૦ નો અમલ ટેક્‍સ વર્ષ ૨૦૨૬-૨૭ થી લાગુ થશે. આ પરિવર્તનને ધ્‍યાનમાં રાખીને નિયોક્‍તાઓ અને ટેક્‍સ પ્રોફેશનલ્‍સને પોતાની સિસ્‍ટમ્‍સ અને પ્રક્રિયાઓમાં જરૂરી સુધારા કરવા પડશે.

કોઈ એસેસમેન્‍ટ વર્ષ કે નાણાકીય વર્ષ નહીં રહે હવે ટેક્‍સ યર કહેવાશે

૧. ઇન્‍કમટેક્‍સ એક્‍ટ ૨૦૨૫ અમલી બનશે. ૬૪ વર્ષ જૂના કાયદા ૧૯૬૧ને હવે આધુનિક બનાવ્‍યો છે.

૨. કોઈ એસેસમેન્‍ટ વર્ષ કે નાણાકીય વર્ષ નહીં રહે હવે ટેક્‍સ યર કહેવાશે

૩.માત્ર ૪ શહેરો મુંબઈ-દિલ્‍હી વ.માં એચઆરએની ૫૦% ની બાદબાકી મળતી હતી જે હવે વડોદરા જેવા શહેરોના પગારદાર કરતા માટે પણ લાગુ કરાવાઈ છે.

૪. ઇન્‍કમટેક્‍સ વિભાગે યુટીલીટી કુલ બનાવ્‍યું છે જેમાં જુના કાયદા-કલમ લખવાથી નવા કાયદાની કલમ નંબર બતાવશે

૫. વેપારી માટે આઈટીઆર ત્રણ અને આઈટીઆર ચાર ભરવાની તારીખ ૩૧ ઓગસ્‍ટ કરી છે જેથી હવે ૩૧ જુલાઈ કરતાં એક મહિનો વધારે મળશે.

 

(10:58 AM IST)