<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ચાંદીમાં ૮,૦૦૦- સોનામાં ૩,૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી એક કિલોના ભાવ વધીને ૨,૪૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૫૪,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૧: બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં આજે ફરી તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૮,૦૦૦ રૂા. અને સોનામાં ૩,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે ૮,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૩૨,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૨,૪૦,૦૦૦ રૂા. થયા હતા.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી જોવા મળી હતી. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૩,૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૫૧,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૫૪,૦૦૦ રૂા. થયા છે. સોનાના બીસ્‍કીટમાં ૩૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૫,૧૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૫,૪૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

અમેરિકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ સમાપ્તીના કાઉન્‍ટડાઉન વચ્‍ચે સોના-ચાંદીના ભાવ વધ્‍યાનું ઝવેર બજારના સુત્રોએ જણાવ્‍યુ હતું.

(2:04 PM IST)