News of Wednesday, 1st April 2026
પત્નીએ બહેનપણી સાથે સંબંધ બાંધવા પતિને કર્યો મજબૂર
લગ્નજીવનમાં સેક્સ ટોર્ચરઃ બેંગલુરુમાંથી એક શોકિંગ કિસ્સો સામે આવ્યો એક વ્યક્તિનો દાવો છે કે તેની પત્ની તેનું માનસિક અને જાતીય શોષણ કરી રહી છે સાસરિયાઓએ તેને ધમકાવીને તેના જ ઘરમાંથી કાઢી મુક્યાનો પણ આરોપ લગાવ્યો

બેંગલુરુ તા.૧: પત્નીઓ પર જાતીય સતામણીના આરોપો તો તમે ઘણા સાંભળ્યા હશે, પરંતુ શું ક્યારેય કોઈ પત્ની દ્વારા પતિ પર અત્યાચાર કરવામાં આવતો હોય તેવું સાંભળ્યું છે? બેંગલુરુમાં એક વ્યક્તિએ પોતાની પત્ની વિરુદ્ધ જાતીય સતામણી, માનસિક ક્રૂરતા અને અકુદરતી કૃત્યો માટે મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ૩૭ વર્ષના વ્યક્તિએ તેના પર થતા વારંવાર સેક્સ્યુઅલ ટોર્ચર પર તેની ૩૧ વર્ષની પત્ની સામે આ આરોપો લગાવ્યા છે.
અમૃતહલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જ્ત્ય્ મુજબ, વ્યક્તિનો આરોપ છે કે તેની પત્નીએ પોતાની ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તેના પર દબાણ કર્યું હતું. આરોપ એવો પણ છે કે પત્ની તેને અશ્લીલ વીડિયો મોકલીને તેવા કૃત્યો કરવા મજબૂર કરતી હતી. એટલું જ નહીં, તે પોતાની અંગત જીવનની વાતો પણ તેના મિત્રોને કહેતી હતી.
ફરિયાદીનો એવો પણ આરોપ છે કે, તેની પત્નીએ તેના ભૂતકાળના અને વર્તમાન સંબંધોની વાત સ્વીકારી છે. પત્નીને લાગે છે કે પતિ પાસે એટલા પૈસા નથી કે તે તેની લાઈફસ્ટાઈલ જાળવી શકે. પત્ની દારૂ પીવે છે અને ના પાડવા છતાં વારંવાર મિત્રો સાથે સમય વિતાવે છે. પતિનો આરોપ છે કે આ સમસ્યાઓને લઈને ૪ જુલાઈ, ૨૦૨૪ના રોજ પારિવારિક સમાધાન પણ થયું હતું, પરંતુ ત્યારબાદ પણ તેની કથિત પજવણી ચાલુ રહી હતી.
ફરિયાદીએ તેના સાસરિયાઓ પર તેના લગ્નજીવનમાં દખલ કરવા, તેને ધમકાવવા અને ખોટા બહાના કાઢીને તેને તેના જ ઘરમાંથી જબરદસ્તીથી કાઢી મૂકવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, તેને પોતાનો સામાન પણ લઈ જવા નથી આપ્યો. પત્નીના પરિવારજનોએ ગેરમાર્ગે દોરીને તેને ઘર છોડવા મજબૂર કર્યો હતો.
વ્યક્તિનો દાવો છે કે, તેણે તેની પત્નીને ઘણી રોકડ અને સોનાના દાગીના આપ્યા હતા, જે તેણે હજુ સુધી પરત કર્યા નથી. જ્યારે તેનો પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય અંગત સામાન પણ તેના ઘરે જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્નીએ પણ પતિ વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપો લગાવીને તમિલનાડુમાં FIR નોંધાવી છે. સાથે જ, કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે, જેના આધારે બેંગલુરુમાં આ FIR નોંધવામાં આવી છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
