News of Wednesday, 1st April 2026
કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા પર ઇરાન તૂટી પડયું
ખાડી દેશો પર ઈરાનનો ભીષણ પ્રહાર અને અમેરિકાની પીછેહઠના સંકેતો વચ્ચે બદલાતું વૈશ્વિક સમીકરણ

દુબઈ, તા.૧: ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે પાંચમા અઠવાડિયાના લોહિયાળ વળાંક પર પહોંચ્યું છે, જ્યાં મુત્સદ્દીગીરીના ટેબલ કરતાં રણભૂમિ પર દારૂગોળાનો અવાજ વધુ ગુંજી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ઉદારતા અને આક્રમક વિદેશ નીતિ સામે ઈરાનનો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે. કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા વ્યૂહાત્મક દેશો પર થયેલા વિનાશક હુમલાઓએ વૈશ્વિક તેલ પુરવઠા અને સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ અમેરિકાના પક્ષપાતી વલણનો જડબાતોડ જવાબ છે. બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક સુર બદલતા આગામી ૨-૩ અઠવાડિયામાં સૈન્ય પાછું ખેંચવાની તૈયારી દર્શાવી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે આヘર્ય સર્જ્યું છે. શું આ ટ્રમ્પની કોઈ નવી માસ્ટરસ્ટ્રોક છે કે પછી વધતા જતા નુકસાનને રોકવાનો અંતિમ પ્રયાસ, તે પ્રશ્ન અત્યારે કેન્દ્ર સ્થાને છે.
પડદા પાછળ ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટો હવે ધીરે ધીરે સપાટી પર આવી રહી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો ઈરાનની સાર્વભૌમત્વની ગેરંટી આપવામાં આવે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય હસ્તક્ષેપ ન કરવાની લેખિત ખાતરી મળે, તો તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર છે. જોકે, આ શાંતિની વાતચીતની વચ્ચે જ લેબનોનનું બૈરુત ધણધણી ઉઠ્યું છે. દક્ષિણ બૈરુતના જનાહ વિસ્તારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો અને આકાશમાં છવાયેલા કાળા ધુમાડાના ગોટા એ વાતની સાક્ષી પૂરે છે કે આ યુદ્ધ માત્ર બે દેશો પૂરતું મર્યાદિત નથી. ઈઝરાયલે હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડરોને નિશાન બનાવીને લેબનોનમાં મોરચો ખોલી દીધો છે, જેનાથી સમગ્ર મધ્ય-પૂર્વ પ્રદેશ એક ભીષણ મહાયુદ્ધની અણી પર આવીને ઉભો છે.
લેબનોનમાં ઈઝરાયલી હુમલાઓની તીવ્રતા એટલી ભયાનક છે કે પેરામેડિક સ્ટાફ સહિત અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મક્કમતાપૂર્વક જાહેર કર્યું છે કે જ્યાં સુધી આતંકવાદી માળખું સંપૂર્ણપણે નાશ પામશે નહીં, ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી અટકશે નહીં. આ નિવેદને ટ્રમ્પના શાંતિ મિશન સામે મોટા સવાલો ઉભા કર્યા છે. એક તરફ અમેરિકા પીછેહઠની વાત કરે છે, તો બીજી તરફ તેનો સૌથી નજીકનો સાથી ઈઝરાયલ યુદ્ધના વ્યાપને વિસ્તારી રહ્યો છે. આ વિરોધાભાસી પરિસ્થિતિમાં યુદ્ધનો અંત કેવી રીતે આવશે તે અનિヘતિ છે. શું ૨૦૨૬નું આ વર્ષ દુનિયાને એક નવા વૈશ્વિક કરાર તરફ દોરી જશે, કે પછી આ તોફાન પહેલાની શાંતિ છે જે આવનારા દિવસોમાં વધુ ભયાનક વિનાશ લાવશે?
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
