News of Wednesday, 1st April 2026
ગુજરાતમાં ૨૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ૨૮મીએ પરિણામ
૩૪ જીલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત, ૯૫ નગરપાલિકા અને ૧૫ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે : આચારસંહિતા આજથી લાગુ

રાજકોટ, તા. ૧ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ આજે ગુજરાત રાજયના ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્ના દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં તા. ૨૬ એપ્રિલે ચૂંટણી યોજાશે.
ચૂંટણી માટેનું જાહેરનામુ તા. ૬ એપ્રિલના બહાર પડશે જયારે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ છે : તા. ૧૩ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવશે. તા. ૧૫-૪ના રોજ ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી શકાશે. તા. ૨૬ એપ્રિલને રવિવારે સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. પુનઃ મતદાનની જરૂરીયાત હશે તો તા. ૨૭ એપ્રિલે મતદાન થશે તા. ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં ૩૪ જીલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત, ૯૫ નગરપાલિકા અને ૧૫ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેમાં ૪.૧૮ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે ૯૯૯૨ ઉમેદવારો ચૂંટણી જંગમાં જંપલાવશે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
