<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જમ્મુના કાનાચક સેક્ટરમાં ભારતીય સેનાના ડ્રોન પર 5 રાઉન્ડ ફાયરિંગ: સરહદે તણાવ

ગોળીબારમાં ભારતીય ડ્રોનને કોઈ નુકસાન પહોંચ્યું નથી :જરૂરી જવાબી પગલાં લેવા માટે સતર્કતા વધારી.

જમ્મુના કાનાચક સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ, ભારતીય સેનાના રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (ડ્રોન) પર પાકિસ્તાની સેનાએ લગભગ 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી સરહદી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. જોકે, સદનસીબે આ ગોળીબારમાં ભારતીય ડ્રોનને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને તે સુરક્ષિત રહ્યો હતો. ભારતીય સેનાએ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી છે અને જરૂરી જવાબી પગલાં લેવા માટે સતર્કતા વધારી છે.

(7:30 PM IST)