તા. ૧૭ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૧૫, ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
૫૪ વર્ષ બાદ માનવીની ચંદ્ર તરફ ઐતિહાસિક ઉડાન: નાસાનું આર્ટેમિસ-૨ મિશન ચાર અવકાશયાત્રીઓ સાથે ફ્લોરિડાથી સફળતાપૂર્વક લોન્ચ કરાયું
૧૦ દિવસની યાત્રામાં પૃથ્વીથી ૪.૦૬ લાખ કિલોમીટર દૂર જશે અવકાશયાત્રીઓ: અત્યાર સુધીની સૌથી લાંબી માનવસહિત અવકાશ યાત્રાનો રેકોર્ડ

અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા લગભગ ૫૪ વર્ષના લાંબા અંતરાલ પછી ફરી એકવાર માનવીને ચંદ્ર પર મોકલવાની ઐતિહાસિક શરૂઆત કરવામાં આવી છે. ગુરુવારે સવારે ભારતીય સમય મુજબ ૪:૦૫ વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી આર્ટેમિસ-૨ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. નાસાના આ પ્રથમ માનવસહિત આર્ટેમિસ મિશનમાં ક્રિસ્ટીના કોચ, વિક્ટર ગ્લોવર, રીડ વાઈઝમેન અને જેરેમી હેન્સન એમ ચાર અવકાશયાત્રીઓને એસએલએસ રોકેટ દ્વારા અવકાશમાં રવાના કરવામાં આવ્યા છે. આ મિશન ૧૦ દિવસ સુધી ચાલશે, જેમાં અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને પૃથ્વી પર પરત ફરશે. આ ઐતિહાસિક સફર દરમિયાન તેઓ પૃથ્વીથી લગભગ ૪.૦૬ લાખ કિલોમીટર દૂર જશે, જે અત્યાર સુધીની કોઈપણ માનવસહિત અવકાશ યાત્રામાં સૌથી વધુ અંતર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ એજન્સીઓએ નાસાની આ અદભુત સિદ્ધિને વધાવી લીધી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
