તા. ૨૧ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ONGC, OILએ ગેસની કિંમત વધારતાં CNG, PNGના ભાવ વધશે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર દબાણ વધ્યું

નવી દિલ્હી,તા.૦૨: સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત કુદરતી ગેસની ખ્ભ્પ્ (એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ) કિમતમાં વધારો કર્યો છે. હવે આ કિમત ૬.૭૫ ડોલરથી વધારીને ૭ ડોલર પ્રતિ ૧૦ લાખ બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) કરવામાં આવી છે. આ અંગે સરકારે સત્તાવાર સૂચના જાહેર કરી છે. નવી કિમત જૂના અને હેરિટેજ ગેસ ક્ષેત્રોમાંથી મળતી ગેસ પર લાગુ પડશે, જે ખ્ભ્પ્ વ્યવસ્થા હેઠળ આવે છે.
આ ભાવવધારાની સીધી અસર સામાન્ય લોકો સાથે જોડાયેલાં અનેક મહત્વનાં ક્ષેત્રો પર પડી શકે છે. ખાસ કરીને ખાતર ઉત્પાદન, CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને પાઇપ દ્વારા ઘર સુધી પહોંચાડાતી રસોઈ ગેસ PNG મોંઘો થવાની શક્યતા છે, કારણ કે આ તમામ ક્ષેત્રોમાં APM ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. દેશમાં કુલ ઘરેલુ ગેસ ઉત્પાદનમાંથી આશરે ૬૦ ટકા હિસ્સો ખ્ભ્પ્ ગેસનો છે, જેનું ઉત્પાદન લગભગ ૯.૨ કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ છે.
સરકારે ૨૦૨૩માં નવી પ્રાઇસિગ સિસ્ટમ અમલમાં મૂકી હતી. તેના મુજબ જૂના ગેસ ક્ષેત્રોમાંથી મળતી ગેસની કિમત ભારતીય કાચા તેલની સરેરાશ કિમતના ૧૦ ટકા જેટલી નક્કી થાય છે. આ કિમત દર મહિને અપડેટ કરવામાં આવે છે. અગાઉ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના જૂના બ્લોકમાંથી મળતી ગેસની કિમત ૪થી ૬.૫ ડોલર પ્રતિ MMBTU વચ્ચે નક્કી હતી. આ મર્યાદા બે વર્ષ સુધી સ્થિર રાખવામાં આવી અને ત્યાર બાદ દર વર્ષે ૦.૨૫ ડોલર વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.
સરકારે ૨૦૨૫-૨૬ માટે મહત્તમ કિમત ૬.૭૫ ડોલર નક્કી કરી હતી, જેને હવે વધારીને ૭ ડોલર પ્રતિ પ્પ્ગ્વ્શ્ કરવામાં આવી છે. પેટ્રોલિયમ પ્લાનિગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) મુજબ એપ્રિલ મહિના માટે ઘરેલુ કુદરતી ગેસની કિમત ૧૦.૭૬ ડોલર પ્રતિ MMBTU નક્કી કરવામાં આવી છે, પરંતુ APM ગેસની કિમત આ નક્કી કરેલી ઉપરની મર્યાદામાં જ રહેશે.
આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે પヘમિ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર દબાણ વધ્યું છે. કાચા તેલના ભાવોમાં પણ તેજી આવી છે અને છેલ્લા એક મહિનામાં તે લગભગ ૫૦ ટકા વધીને ૧૧૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા છે. તેની સીધી અસર ગેસના ભાવ પર પણ જોવા મળી રહી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
