News of Thursday, 2nd April 2026
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશના માર્ચ મહિનાના આયાત બિલમાં ઓછામાં ઓછો ૨ અબજ ડોલરનો વધારો થવાની સંભાવના
અમેરિકી ચલણના ભારે વેચાણને કારણે ભારતીય રૂપિયામાં ૧૩ વર્ષનો સૌથી મજબૂત સિંગલ-ડે ઉછાળો

નવી દિલ્હી: યુદ્ધના તણાવ અને વૈશ્વિક સંકેતોના ડરથી શેરબજાર શરૂઆતમાં ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ બાદમાં વેલ્યુ બાઈંગ અને ચલણમાં થયેલા નાટકીય ફેરફારને કારણે સેન્સેક્સમાં ૧૭૫૦ પોઈન્ટનો શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા સટ્ટાકીય વેપાર પર કડક નિયંત્રણો લાદવામાં આવતા, બેંકોને ડોલરની પોઝીશન ખાલી કરવાની ફરજ પડી હતી. પરિણામે અમેરિકી ચલણના ભારે વેચાણને કારણે ભારતીય રૂપિયામાં ૧૩ વર્ષનો સૌથી મજબૂત સિંગલ-ડે ઉછાળો જોવા મળ્યો હતો અને રૂપિયો ૧૫૦ પૈસાથી વધુ મજબૂત થયો હતો. નિષ્ણાતોના મતે, આરબીઆઈના પગલાથી ૪૦ અબજ ડોલરની સટ્ટાકીય પોઝીશનમાં ઘટાડો થયો છે. જોકે, હજુ પણ ચિંતા દૂર થઈ નથી, કારણ કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે માર્ચ મહિનાના આયાત બિલમાં ઓછામાં ઓછો ૨ અબજ ડોલરનો વધારો થવાની સંભાવના છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
