<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

વીજ સંકટના એંધાણ: અદાણી અને જેએસડબલ્યુ પ્લાન્ટમાં કોલસાની તંગી: પાવર પ્લાન્ટ્સમાં જરૂરી સ્તરના માત્ર ૧૫ થી ૨૮ ટકા જેટલો જ કોલસો બચ્યો છે

આયાતી કોલસા આધારિત આશરે ૧૫ પાવર પ્લાન્ટ્સને ૩૦ જૂન સુધી સંપૂર્ણ ક્ષમતા પર કાર્ય કરવા સૂચના અપાઈ

મુંબઈ: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ દેશના પાવર પ્લાન્ટ્સમાં કોલસાની સપ્લાય ચેઈન પર દબાણ જોવા મળી રહ્યું છે. મની કંટ્રોલના અહેવાલ મુજબ અદાણી અને જેએસડબલ્યુ ગ્રુપ દ્વારા સંચાલિત કોસ્ટલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોકમાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલમાં આ પાવર પ્લાન્ટ્સમાં જરૂરી સ્તરના માત્ર ૧૫ થી ૨૮ ટકા જેટલો જ કોલસો બચ્યો છે, જે એક મોટી ચિંતાનો વિષય છે. આગામી ઉનાળાની ઋતુમાં વીજળીની ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે, ઊર્જા મંત્રાલય દ્વારા આયાતી કોલસા આધારિત આશરે ૧૫ પાવર પ્લાન્ટ્સને ૩૦ જૂન સુધી સંપૂર્ણ ક્ષમતા પર કાર્ય કરવા સૂચના અપાઈ છે. આ સાથે જ તેમને ઉનાળાની માંગને પહોંચી વળવા પૂરતો સ્ટોક જાળવી રાખવા માટે પણ કડક નિર્દેશ આપવામાં આવ્યો છે.

(9:19 PM IST)