<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ ફર્મ "જેન સ્ટ્રીટ"ને ૨૦,૦૦૦ કરોડના નફા પર ટેક્સ નોટિસ

વિદેશી ફર્મ દ્વારા ભારતીય બજારમાંથી મેળવવામાં આવતા તોતિંગ નફા અને તેના પર લાગતા કરવેરા બાબતે મોટી કાર્યવાહી

મુંબઈ: વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓ પર ભારત સરકાર અને કરવેરા વિભાગની કડક નજર સતત ચાલુ છે. આવકવેરા વિભાગ દ્વારા હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ ફર્મ 'જેન સ્ટ્રીટ'ને એક ડ્રાફ્ટ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં કંપની દ્વારા ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાંથી કમાયેલા આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના નફા પર ટેક્સ કેમ ન લાગુ કરવો તે અંગે સવાલ કરવામાં આવ્યો છે. 
જો કંપનીને સિંગાપોર ટ્રીટી (કરાર) હેઠળ મળતા કરમુક્તિના લાભો નકારવામાં આવશે, તો જેન સ્ટ્રીટ પર આશરે ૭,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ લાદવામાં આવી શકે છે. વિદેશી ફર્મ દ્વારા ભારતીય બજારમાંથી મેળવવામાં આવતા તોતિંગ નફા અને તેના પર લાગતા કરવેરા બાબતે આ એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.

(9:22 PM IST)