News of Thursday, 2nd April 2026
ચીની સીસીટીવી પર પ્રતિબંધથી સ્થાનિક બજારને ફાયદો: કડક સુરક્ષા નિયમોને કારણે હિકવિઝન અને દાહુઆ જેવા મોટા ચીની સીસીટીવી પ્લેયર્સ ભારતીય બજારમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયા
વૈશ્વિક ઉત્પાદકો અને સ્થાનિક ભારતીય કંપનીઓ માટે દેશમાં જ ઉત્પાદન વિસ્તારવાના નવા દરવાજા ખોલી નાખ્યા

નવી દિલ્હી; રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા પ્રાઈવસીના કારણોસર ચીની સીસીટીવી ઉત્પાદકો પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ પગલાંએ વૈશ્વિક ઉત્પાદકો અને સ્થાનિક ભારતીય કંપનીઓ માટે દેશમાં જ ઉત્પાદન વિસ્તારવાના નવા દરવાજા ખોલી નાખ્યા છે.
કડક સુરક્ષા નિયમોને કારણે હિકવિઝન અને દાહુઆ જેવા મોટા ચીની સીસીટીવી પ્લેયર્સ ભારતીય બજારમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયા છે. નોંધનીય છે કે ગયા વર્ષ સુધી દેશના કુલ સીસીટીવી વેચાણમાં આ ચીની બ્રાન્ડ્સનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો હતો.
હવે સ્થાનિક કંપનીઓ અને અન્ય વૈશ્વિક બ્રાન્ડ્સ આ ખાલી પડેલી જગ્યા ઝડપી લેવા માટે 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત પોતાનું ઉત્પાદન મોટા પાયે વધારી રહી છે
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
