<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "આસામનું રોડ નેટવર્ક અમેરિકાના નેશનલ હાઈવે જેટલું જ હશે

ગડકરીએ કહ્યું નરેન્દ્રભાઈ મોદી પીએમ ન બન્યા હોત, અને હું રાષ્ટ્રીય હાઈવે મંત્રી ન બન્યો હોત, તો આ કામ કેવી રીતે થયું હોત?"

 નવી દિલ્હી :કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુવાહાટીમાં જણાવ્યું હતું કે આસામનું રોડ નેટવર્ક અમેરિકાના નેશનલ હાઈવે જેટલું જ હશે. તેમણે કહ્યું, "આ કામનો શ્રેય મારો, પીએમ મોદીનો કે હિમંત બિસ્વા શર્માનો નથી. જો કોઈ આ માટે શ્રેયને પાત્ર હોય, તો તે મારી સામે બેઠેલા આસામના લોકોનો છે. જો તમે અમને ચૂંટ્યા ન હોત, તો અમારી સરકાર સત્તામાં ન આવી હોત, નરેન્દ્રભાઈ  મોદી પીએમ ન બન્યા હોત, અને હું રાષ્ટ્રીય હાઈવે મંત્રી ન બન્યો હોત, તો આ કામ કેવી રીતે થયું હોત?"

(9:59 PM IST)