News of Friday, 3rd April 2026
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વૈશ્વિક અર્થતંત્રને જોખમમાં મૂક્યું : બહેરીનના વિદેશમંત્રીએ કાર્યવાહીની માંગ કરી
બહેરીને આ મુદ્દા પર યુએનમાં એક ઠરાવ પણ રજૂ કર્યો અને તેના પર ટૂંક સમયમાં મતદાન થવાની અપેક્ષા .

બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલલતીફ બિન રશીદ અલ ઝયાનીએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ઈરાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની હાકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાન ગલ્ફ દેશો અને જોર્ડનને નિશાન બનાવવાનું ચાલુ રાખે છે, જેમાં નાગરિકોની હત્યા કરવામાં આવે છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વૈશ્વિક અર્થતંત્રને જોખમમાં મૂક્યું છે. બહેરીને આ મુદ્દા પર યુએનમાં એક ઠરાવ પણ રજૂ કર્યો છે, અને તેના પર ટૂંક સમયમાં મતદાન થવાની અપેક્ષા છે.
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
