હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતમાં ડેલોઇટ કરશે નવી ૫૦,૦૦૦ ભરતી
જગતભરમાં છટણીઓ ચાલી રહી છે ત્યારે : નવા કર્મચારીઓને પણ AI ટ્રેઇનિંગ આપવામાં આવશે, આ પગલું ભારતીય નોકરિયાતો માટે મોટી રાહત લાવનારું છે

મુંબઈ,તા.૦૩: દિગ્ગજ કન્સલ્ટન્સી કંપની ડેલોઇટે કંપનીના વિસ્તારની યોજના અંતર્ગત ભારતમાં ૫૦,૦૦૦ પ્રોફેશનલ્સને હાયર કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ત્યારે આવી છે જ્યારે દુનિયાભરની કંપનીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે નોકરીઓ પર કાપ મૂકીને કર્મચારીઓને છૂટા કરી રહી છે. ડેલોઇટનું આ પગલું ભારતીય નોકરિયાતો માટે ખૂબ મોટી રાહત લાવનારું છે.
ડેલોઇટ સાઉથ એશિયાના CEO નીતિન કિનીએ કહ્યું હતું કે ‘કંપની AIે કર્મચારીઓની જગ્યા લેનારા ટૂલના રૂપમાં નથી જોતી. મને નથી લાગતું કે નોકરીઓ ખતમ કરવાનું ઠીક છે. અમારું ધ્યાન કર્મચારીઓને નવી ટેક્રિક શીખવવા પર છે જેથી તેઓ પણ જાટિલ સમસ્યાઓનું સમાધાન કરી શકે.'
ડેલોઇટે એના ૩૦,૦૦૦ કર્મચારીઓને પહેલેથી જ ખ્ત્ની ટ્રેઇનિગ આપી છે. હવે બાકી વર્કફોર્સને પણ આતંરિક પ્લેટફોર્મ્સના માધ્યમથી આ બદલાવ માટે તૈયાર કરશે. ડેલોઇટ માટે ભારત એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. કંપનીના કુલ વૈશ્વિક વર્કફોર્સમાંથી એક-તૃતીયાંશ હિસ્સો માત્ર ભારતમાં કામ કરે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
