<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

હેવાન બન્‍યો પતિઃ ઉત્તેજક દવા ખાઈ, અશ્‍લીલ વીડિયો બતાવી જાનવર જેવી હરકત કરતો

પતિની હૈવાનિયતનો સનસનીખેજ ખુલાસોઃ પોલીસે પતિને જેલમાં ધકેલી દીધો

જાંજગીર ચાંપા,તા.૦૩: છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્‍લામાંથી એક ખૂબ જ ગંભીર અને હચમચાવી નાખતો કિસ્‍સો સામે આવ્‍યો છે. એક પત્‍નીએ પોતાના પતિની હૈવાનિયતનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. દહેજની માગથી શરૂ થયેલી પ્રતાડનાની આ કહાની હવે દૈહિક શોષણ અને ક્રૂરતાની હદ સુધી પહોંચી ગઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, જોઈએ તો, પીડિતાના લગ્ન ૨૦૨૪માં સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે થયા હતા.

શરૂઆતમાં બધું બરાબર રહ્યું પણ થોડા સમય બાદ પતિનો વ્‍યવહાર બદલાઈ ગયો. આરોપી પતિ ચંચલ ડડસેના, જે પીઆઈએલમાં કામ કરે છે. તેણે દહેજની માગને લઈ પત્‍નીને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરવા લાગ્‍યો. કંટાળીને પીડિતાએ પહેલા ફરિયાદ નોંધાવી, જે કોર્ટમાં વિચારાધીન હતી. આ દરમિયાન બંને વચ્‍ચે સમાધાન થઈ ગયું અને નવી શરૂઆતની આશામાં પીડિતાએ પોતાના પતિ સાથે ફરીથી રહેવા લાગી, પણ આ નિર્ણય તેના માટે વધારે દર્દનાક સાબિત થયો.

પીડિતાના જણાવ્‍યા અનુસાર, સમાધાન બાદ આરોપી ચંચલ ડડસેનાની હરકતોમાં કોઈ સુધારો આવ્‍યો નહીં. તે સતત મારપીટ કરતો રહેતો અને તેની ઈચ્‍છા વિરુદ્ધ બળજબરી અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધી શોષણ કરતો. આટલું જ નહીં, આરોપી ઉત્તેજક દવાઓનું સેવન કરી અને અશ્‍લીલ વીડિયો બતાવી તેની સાથે અમાનવીય અને ક્રૂર કૃત્‍ય એટલે કે જાનવરો જેવી હરકતો કરતો હતો, જેનાથી પીડિતા માનસિક અને શારીરિક રીતે ભાંગી પડી.

પીડિતાએ એવો પણ આરોપ લગાવ્‍યો કે, આરોપી દ્વારા આવી ક્રૂરતા તેની સાથે જાણી જોઈને કરવામાં આવતી અને તેનાથી છુટકારો મેળવવાના ઈરાદાથી કરતો. સતત થઈ રહેલા અત્‍યાચારથી કંટાળી પીડિતાએ હિમત એકઠી કરી અને ફરી વાર ચાંપા પોલીસ સ્‍ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી.

આ મામલાની ગંભીરતા જોતા ચાંપા પોલીસે ત્‍વરિત કાર્યવાહી કરતા આરોપી ચંચલ ડડસેનાની ધરપકડ કરી. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો, જ્‍યાંથી તેને ન્‍યાયિક ધરપકડમાં મોકલી દેવામાં આવ્‍યો. પોલીસે સ્‍પષ્ટ કર્યું કે, મહિલાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની હિસા અને શોષણ જરા પણ સાંખી લેવામાં નહીં આવે અને આવા કિસ્‍સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

(10:14 AM IST)