<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

એનહાઇડ્રસ અમોનિયા - સિલિકોન ઓઇલનો પુરવઠો ખોરવાયો

કોન્‍ડોમ બનાવવામાં વપરાતા કાચા માલની અછત સર્જાઈ

નવી દિલ્‍હી,તા.૦૩: ઈરાન યુદ્ધ દરમ્‍યાન પેટ્રોકેમિકલ સપ્‍લાયની ચેઇનમાં અવરોધ ઊભો થવાને કારણે કોન્‍ડોમ બનાવવામાં વપરાતા કાચા માલની અછત સર્જાઈ છે, જેને કારણે ભારતના ૮૬૦ મિલ્‍યન ડોલરના કોન્‍ડોમના ઉત્‍પાદનના ક્ષેત્ર પર અસર પડી છે, જે વાર્ષિક ૪૦૦ કરોડ યુનિટથી વધુ કોન્‍ડોમનું ઉત્‍પાદન કરે છે. એક અહેવાલમાં જણાવાયું છે કે આ ઉદ્યોગ એનહાઇડ્રસ અમોનિયા અને સિલિકોન ઑઇલ પર આધાર રાખે છે. આ બે આઇટમોની અછત કોન્‍ડોમના ઉત્‍પાદનમાં વિલંબનું મુખ્‍ય કારણ બને છે. આની સૌથી મોટી અસર ભારતના કોન્‍ડોમ-બજાર પર પડી છે જે અંદાજે ૧૪,૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે.

કોન્‍ડોમ બનાવવા માટે દેશમાં ૮૬ ટકા એનહાઇડ્રસ અમોનિયા વપરાય છે જે વિદેશથી આયાત કરવામાં આવે છે. આ અમોનિયા મુખ્‍યત્‍વે સાઉદી અરેબિયા, કતર અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે. સિલિકોન ઑઇલનો પુરવઠો મુખ્‍યત્‍વે ચીન અને વૈશ્વિક રિફાઇનરી પ્રક્રિયાઓ સાથે જોડાયેલો છે. વૈશ્વિક લોજાિસ્‍ટિક્‍સમાં વિક્ષેપોને કારણે સિલિકોન ઑઇલના ભાવ આસમાને પહોંચ્‍યા છે. 

(10:15 AM IST)