News of Friday, 3rd April 2026
બીજા લગ્ન કરવાં હતાં મમ્મી બની ફસાઈઃ ૮ વર્ષની દીકરીને ચાલતી ટ્રેન સામે ફેંકી દીધી
મધ્ય પ્રદેશના ભોપાલ પાસે રૂંવાડાં ખડાં કરી દે એવી એક ઘટના ઘટી

ભોપાલ,તા.૩: મધ્ય પ્રદેશના ભોપાલ પાસે નર્મદાપુરમ રેલવે-સ્ટેશન પર થોડા દિવસ પહેલાં રૂંવાડાં ખડાં કરી દે એવી એક ઘટના ઘટી હતી. ૮ વર્ષની એક માસૂમ દીકરી રેલવે-ટ્રેક પર પડી જતાં ઘાયલ થઈ ગઈ હતી. ૧૭ માર્ચની રાતે લગભગ ૮ વાગ્યે અંજુસિંહ નામની મહિલા તેની દીકરીને લઈને પ્લેટફોર્મ-નંબર એક પર પહોંચી હતી. ટ્રેક પરથી જેવી તામિલનાડુ એક્સપ્રેસ ટ્રેન પસાર થવાની હતી ત્યારે જ તેણે પોતાની દીકરીને ટ્રેનની સામે ધક્કો મારી દીધો. જોકે ટ્રેનચાલકે અધવચ્ચે ટ્રેન રોકી દેતાં દીકરી કોઈક રીતે બચી ગઈ હતી, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ટ્રેનની વચ્ચેથી છોકરીને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર મોટે મોકલી અપાઈ. અહીં તે ૧૩ દિવસ જીવનમરણ વચ્ચે ઝઝૂમી, પરંતુ આખરે દમ તોડી નાખ્યો. અંજુ પોતાને નિર્દોષ કહેતી રહી હતી, પરંતુ ટ્રેનના ચાલક અને આસપાસ હાજર લોકોની ગવાહીને કારણે તેણે જ દીકરીને ધક્કો માર્યો હતો એ સ્પષ્ટ હતું. પોલીસે અંજુ સિહની કડક પૂછપરછ કરતાં ખબર પડી હતી કે અંજુનો પહેલો પતિ મરી ગયો હતો અને તે બીજાં લગ્ન કરવા માગતી હતી, પરંતુ દીકરીને કારણે એ શક્ય નહોતું બની રહ્યું. આખરે તેણે પોતાનાં બીજાં લગ્નનો રસ્તો સાફ કરવા માટે દીકરીને મારવાનું નક્કી કર્યું હતું
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
