News of Friday, 3rd April 2026
પેટ્રોકેમિકલ્સ પર કસ્ટમ ડયુટી મુક્તિથી સરકારી તિજોરી પર આશરે રૂા.૧,૮૦૦ કરોડનો બોજ પડશે
પ્લાસ્ટિક, પેકેજિંગ, કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો અને ઓટો ઘટકો જેવા ક્ષેત્રોને ફાયદો થવાની ધારણા

નવી દિલ્હી તા.૩: સરકારે ૩૦ જૂન, ૨૦૨૬ સુધી અનેક મુખ્ય પેટ્રોકેમિકલ કાચા માલ પર કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી આગામી ત્રણ મહિનામાં સરકારી તિજોરી પર આશરે રૂા.૧,૮૦૦ કરોડનો બોજ પડશે. પヘમિ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં આગળના પગલાંની ચર્ચા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ સુરક્ષા સમિતિની ખાસ બેઠક બોલાવ્યાના એક દિવસ પછી આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ, આ ઉત્પાદનોની આયાત પર ૫ થી ૧૦ ટકા સુધીની કસ્ટમ ડ્યુટી લાગતી હતી.
નાણા મંત્રાલયના એક નિવેદન મુજબ, આનાથી પ્લાસ્ટિક, પેકેજિગ, કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો અને ઓટો ઘટકો જેવા ક્ષેત્રોને ફાયદો થવાની ધારણા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલું સ્થાનિક ઉદ્યોગ માટે આવશ્યકપેટ્રોકેમિકલ કાચા માલની ઉપલબ્ધતા સુનિヘતિ કરવા, પ્રોસેસિગ ક્ષેત્રો પર ખર્ચ દબાણ ઘટાડવા અને દેશમાં પુરવઠા સ્થિરતા સુનિヘતિ કરવા માટે કામચલાઉ અને લક્ષિત રાહત પગલાં તરીકે લેવામાં આવ્યું છે.
આ મુક્તિમાં મુખ્ય પેટ્રોકેમિકલ ફીડસ્ટોક્સ, મધ્યવર્તી ઉત્પાદનો અને ઉત્પાદન મૂલ્ય શૃંખલામાં ઉપયોગમાં લેવાતા પોલિમરનો સમાવેશ થાય છે, જેમાં મિથેનોલ, ફિનોલ અને મોનોઇથિલિન ગ્લાયકોલ જેવા રસાયણો અને પોલિઇથિલિન, પોલીપ્રોપીલીન અને પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) જેવા પોલિમરનો સમાવેશ થાય છે.
નાણા મંત્રાલયના અધિકારીઓએ સૂચવ્યું હતું કે ભૂતકાળના વલણોના આધારે, ડ્યુટી રાહત આગામી ત્રણ મહિનામાં આશરે રૂા.૧,૮૦૦ કરોડનું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે આ અંદાજ બદલાઈ શકે છે.
ટેક્ષટાઇલ નિકાસ પ્રમોશન કાઉન્સિલના સેક્રેટરી જનરલ મિથિલેશ્વર ઠાકુરે જણાવ્યું હતું કે સરકારનું આ સમયસરનું પગલું કાપડ અને વષ ક્ષેત્ર સહિત સમગ્ર ભારતીય ઉદ્યોગને નોંધપાત્ર રાહત આપશે, જે કૃત્રિમ રેસા અને મધ્યવર્તી ઉત્પાદનો પર ભારે નિર્ભર છે.
તેમણે કહ્યું, આનાથી કાચા માલના ખર્ચને સ્થિર કરવામાં, ઉત્પાદનમાં સાતત્ય સુનિヘતિ કરવામાં અને ભારતીય બનાવટના ઉત્પાદનોને ખર્ચ-સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે, ખાસ કરીને એવા સમયે જ્યારે પヘમિ એશિયાની કટોકટી વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં નોંધપાત્ર વિક્ષેપો લાવી રહી છે. આ પગલું ભારતીય ઉદ્યોગને ભાવમાં વધઘટથી પણ બચાવશે અને વૈશ્વિક પડકારો છતાં તેને ટકી રહેવામાં જ નહીં પરંતુ વિકાસ કરવામાં પણ મદદ કરશે.
KPMG ખાતે પરોક્ષ કરના વડા અને ભાગીદાર અભિષેક જૈને જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિヘતિતાના આ સમયગાળામાં, આ પગલું ઉત્પાદન ખર્ચ ઘટાડીને ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડે છે. આ એક સમયસર અને જરૂરી હસ્તક્ષેપ છે જે ઉત્પાદન ક્ષેત્રને ખર્ચ દબાણ અને પુરવઠા વિક્ષેપો બંનેને સંબોધવામાં મદદ કરી શકે છે
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
