News of Friday, 3rd April 2026
યુધ્ધ નવા અને વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશી રહ્યું છે... ઈરાનમાં સ્ટીલ પ્લાન્ટ, પુલ, હોસ્પિટલ, મેડિકલ લેબનો નાશ

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. પુલ, સ્ટીલ પ્લાન્ટ અને મેડિકલ સ્થળોને ભારે બોમ્બમારાથી નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાનને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ એક નવા અને વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશી રહ્યું હોય તેવું લાગે છે. જ્યાં ધ્યાન લશ્કરી થાણાઓથી નાગરિક અને આર્થિક ઈન્ફાસ્ટ્રક્ચર તરફ ખસેડાઈ ગયું છે.
અહેવાલો અનુસાર અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની અંદરના ઘણા મુખ્ય લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઈસ્ફહાન એરપોર્ટ, હોર્મોઝગનનો બંદર વિસ્તાર અને અન્ય વ્યૂહાત્મક ઈન્ફાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન પહેલા યુદ્ધના અંતની આશા ઠગારી નીવડી હતી, અને ઈરાન સાથેનું યુદ્ધ એક નવા તબક્કા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. ઈરાનના ત્ય્ઞ્ઘ્ દળોએ ઈંઝરાયલ તરફ મિસાઈલો છોડયા હતા, જેના કારણે અમેરિકા અને ઈઝરાયલ આક્રમણ શરૂ કરવા માટે પ્રેરાયા હતા. ઈરાની શહેરો, ભલે તેહરાન હોય કે ઈસ્કડાન.
વારંવાર મિસાઈલ હુમલાઓ અને ભારે બોમ્બમારાનો ભોગ બન્યા છે. પરંતુ યુદ્ધના આ નવા તબક્કાનું સૌથી દુઃખદ પાસું એ છે કે હવે નાગરિક લક્ષ્યોને વધુને વધુ નિશાન બનાવવામાં આવી રાહ્યા છે.ઈરાનમાં પુલ, હોસ્પિટલો, મેડિકલ લેબ અને સ્ટીલ પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા. જીનીવા કન્વેન્શન મુજબ, યુદ્ધમાં પણ નાગરિક લક્ષ્યો પર હુમલા યુદ્ધ ગુનાઓ ગણાય છે. આ સખત પ્રતિબંધિત છે. પરંતુ યુદ્ધના વિનાશમાં નિયમોનું પાલન કોણ કરે છે? ઈરાનમાં વિનાશની છબીઓ હૃદયદ્રાવક છે. આ હુમલાઓનો હેતુ માત્ર લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવાનો જ નહીં પરંતુ સપ્લાય ચેઇન અને લોજાિસ્ટિક્સને પણ વિક્ષેપિત કરવાનો હોવાનું માનવામાં આવે છે અમેરિકા અને ઇઝરાયલે તેહરાનમાં એક સદી જૂના તબીબી સંશોધન કેન્દ્ર, રાજધાની નજીક એક પુલ અને એક સ્ટીલ પ્લાન્ટને નિશાન બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બોમ્બમારો કરવાની અને તેને પથ્થર યુગૅ માં પાછું મોકલવાની ધમકી આપ્યા પછી આ બન્યું.ઈરાનની સેનાએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેના દુશ્મનોને ૅઅપમાનિતૅ ન કરવામાં આવે અને ૅશરણાગતિૅ માટે મજબૂર ન કરવામાં આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તેણે યુએસ ભૂમિ આક્રમણની શક્યતા વિશે પણ ચેતવણી આપી છે. દરમિયાન, ઇઝરાયલી સૈન્યએ છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ થી વધુ હિઝબુલ્લાહ સભ્યોને માર્યા હોવાનો દાવો કર્યો છે. લેબનીઝ સંગઠનનું કહેવું છે કે તેણે દક્ષિણ લેબનોન અને ઉત્તરી ઇઝરાયલમાં અનેક હુમલાઓ કર્યા છે. ફેબ્રુઆરીથી, સમગ્ર ઈરાનમાં યુએસ અને ઇઝરાયલી હુમલાઓમાં આશરે ૨,૦૭૬ લોકો માર્યા ગયા છે અને ૨૬,૫૦૦ ઘાયલ થયા છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
