<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

એન્‍ટીલિયાના ૧૧મા માળે નીતા અંબાણી દિવસ-રાત કરાવે પૂજા-પાઠ અને યજ્ઞ

અંબાણીની સંપત્તિ પાછળનું રહસ્‍ય : એન્‍ટીલિયાના ૧૧મા માળે રહે છે પંડિતોઃ દરરોજ એન્‍ટીલિયામાં થાય છે પૂજા-પાઠ અને યજ્ઞ : નીતા અંબાણી ધાર્મિક છે તેવામાં એન્‍ટીલિયામાં સતત ધાર્મિક અનુષ્ઠાન થતાં રહે છે, જેથી નકારાત્‍મક શક્‍તિઓ ન આવે અને ઘરમાં સકારાત્‍મક ઉર્જા બનેલી રહે

મુંબઇ તા.૩: નીતા અંબાણી અને મુકેશ અંબાણીનું ઘર એન્‍ટીલિયા હંમેશા પોતાની ભવ્‍યતાને લઈને ચર્ચામાં રહે છે, તેની ગણતરી દેશ-દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. આ ૨૭ માળના ઘરમાં સ્‍વિમિંગ પૂલથી લઈને સ્‍પા, જિમ અને હેલ્‍થ સેન્‍ટર સુધીની બધી સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

આ ઇમારત પોતાની વૈભવી સુવિધા માટે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ તેમાં માત્ર લક્‍ઝરી નહીં, પરંતુ આસ્‍થા અને પરંપરા માટે પણ ખાસ જગ્‍યા છે. તાજેતરમાં એક બાબાજીના વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્‍યો કે એન્‍ટીલિયાનો ૧૧મો માળ ખાસ કરી પંડિતો માટે બનાવવામાં આવ્‍યો છે.

આ ફલોર પર માત્ર પંડિતો રહે છે. બાબાજીએ પોતાના વીડિયોમાં જણાવ્‍યું કે નીતા અંબાણી ધનવાન બનવા માટે અને પરિવારમાં ખુશી બનાવી રાખવા માટે દરરોજ મોટા સ્‍તર પર પૂજા-પાઠ કરાવે છે. આ ઘરમાં દિવસભર મંત્ર જાપ, યજ્ઞ અને પૂજાનો સિલસિલો ચાલતો રહે છે.

નીતા અંબાણી ધાર્મિક છે, તેવામાં એન્‍ટીલિયામાં સતત ધાર્મિક અનુષ્ઠાન થતાં રહે છે, જેથી નકારાત્‍મક શક્‍તિઓ ન આવે અને ઘરમાં સકારાત્‍મક ઉર્જા બનેલી રહે. એન્‍ટીલિયામાં મોટું મંદિર બનેલું છે, કહેવાય છે કે આ મંદિરમાં સોના-ચાંદી અને રત્‍ન જડીત મૂર્તિઓ રાખવામાં આવી છે.

પરંતુ અંબાણી પરિવાર આ ઘરમાં ૨૭મા માળે રહે છે. તેની પાછળ એક ખાસ કારણ છે. નીતા અંબાણીએ ખુદ જણાવ્‍યું હતું કે આ ફલોર પર સૂર્ય પ્રકાશ, તાજી હવા અને શાંતિ મળે છે. નીચેની ભીડભાડ અને અવાજથી દૂર રહી પરિવાર શાંતિથી રહે છે.

મુકેશ અંબાણીના આ ઘરમાં લગભગ દરેક સુવિધા છે. ત્‍યાં સ્‍વિમિગ પૂલ, જિમ, થિએટર, ગાર્ડન બધુ છે. પરંતુ નીતા અંબાણી આ બધા સાથે આસ્‍થાને પણ મહત્‍વ આપે છે. નવરાત્રિ, ગણેશ ચતુર્થી, શિવરાત્રિના તહેવારો પર ઘરમાં ખાસ અનુષ્ઠાન થાય છે.

(10:46 AM IST)