News of Friday, 3rd April 2026
ઉર્જા સંકટ વચ્ચે યુવકે કારને ડીઝલથી નવડાવવી !
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ૨ની ધરપકડ

સિરોહી તા.૩: વર્તમાન સમયમાં દુનિયાભરના લોકો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી જેના પર અનેક સવાલો ઉભા થયા છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં યુવાનો અવારનવાર જોખમી સાહસો કરતા હોય છે.
ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે બે યુવાનોએ પેટ્રોલ પંપ જેવા સંવેદનશીલ વિસ્તારમાં સ્કોર્પિયો કાર પર ખુલ્લેઆમ ડીઝલ રેડીને તેને ધોવાનું નાટક કર્યું હતું. આ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે કડક કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પેટ્રોલ પંપના પ્રાંગણમાં પોતાની એસયુવી કાર પર પાણીની જેમ ડીઝલનો છંટકાવ કરી રહ્યો છે. આ વીડિયોને સ્ટાઇલિશ મ્યુઝિક સાથે એડિટ કરીને રીલ તરીકે અપલોડ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ પંપ પર સહેજ અમથી ચિગારી પણ ભયાનક વિસ્ફોટ નોતરી શકે છે, તેમ છતાં લાઈક્સ મેળવવા માટે આ યુવાનોએ ગંભીર બેદરકારી દાખવી હતી.
આ મામલો સિરોહીના પોલીસ અધિક્ષક પુષ્પેન્દ્ર સિહના ધ્યાન પર આવતા જ તેમણે તાત્કાલિક તપાસના આદેશો આપ્યા હતા. પાલડી એમ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં દેખાતા યુવાનોની ઓળખ મહિપાલ સિહ અને તેના સાથી તરીકે થઈ હતી. જેઓ છિબા ગામના રહેવાસી છે. પોલીસે બંને વીડિયોમાં દેખાતા યુવાનોની ઓળખ મહિપાલ સિંહ અને તેના સાથી તરીકે થઈ હતી, જેઓ છિબા ગામના રહેવાસી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કારને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરી છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ સ્ટંટ માત્ર મનોરંજન અને ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે જાહેર સ્થળો કે જોખમી વિસ્તારોમાં આવા જોખમી કારનામા કરવા એ ગુનો છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા અને લોકોના જીવ જોખમમાં મૂકનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
