હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુબઈ સરકારની વ્યાપારીઓને મોટી રાહત : ૧ અબજ દિરહામના આર્થિક પેકેજ હેઠળ સરકારી ફીની ચુકવણીમાં ૩ મહિનાની મુદત મળી
હોટલ, હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રના વેપારીઓને લિક્વિડિટી વધારવા માટે ફીમાં ૧૦૦ ટકા સુધીની રાહત : નવા બિઝનેસ લાયસન્સ અને રિન્યુઅલ પ્રક્રિયામાં પણ વહીવટી ખર્ચમાં વિલંબિત ચુકવણીનો લાભ મળશે

દુબઈ: દુબઈ સરકારે વ્યાપારી જગતને આર્થિક ટેકો આપવા માટે ૧ અબજ દિરહામના પ્રોત્સાહક પેકેજની વિગતો જાહેર કરી છે. આ પેકેજ અંતર્ગત વિવિધ વ્યવસાયિક સેવાઓ માટે વસૂલાતી સરકારી ફીની ચુકવણીમાં ત્રણ મહિનાની મુદ્દત આપવામાં આવી છે. ૧ એપ્રિલથી અમલી બનેલા આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર-ઉદ્યોગો પરના નાણાકીય દબાણને ઘટાડવાનો અને આર્થિક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવાનો છે.
વિવિધ વ્યવસાયિક સેવાઓમાં ફી મુક્તિ:
સરકારી યાદી મુજબ, પ્રીમિયમ બિઝનેસ નામ, લાયસન્સ સુધારા, અખબારી જાહેરાતો, સ્થાનિક સેવા ફી, આવાસ ફી, વેસ્ટ મેનેજમેન્ટ ફી અને સર્વિસ ઇમ્પ્રૂવમેન્ટ ફી જેવી શ્રેણીઓમાં ફીની ચુકવણી ત્રણ મહિના સુધી મુલતવી રાખવામાં આવી છે. આ રાહત માત્ર જૂની કંપનીઓ માટે જ નહીં, પરંતુ નવા બિઝનેસ લાયસન્સ મેળવનારા અને જૂના લાયસન્સ રિન્યુ કરાવનારા તમામ વ્યાપારીઓ માટે સમાન રીતે લાગુ પડશે.
હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટરને વિશેષ લાભ:
પ્રવાસન ક્ષેત્રે કાર્યરત હોટલો, હોટલ એપાર્ટમેન્ટ્સ અને હોલિડે હોમ્સ માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હોટલો હવે તેમના રૂમ વેચાણ, ખાણીપીણીની સેવાઓ પર લાગતી ૧૦૦ ટકા વેચાણ ફી તેમજ 'ટુરિઝમ દિરહામ' ની ચુકવણી ત્રણ મહિના પછી કરી શકશે. આ નિર્ણયથી પ્રવાસન ક્ષેત્રમાં રોકડ પ્રવાહ (લિક્વિડિટી) જળવાઈ રહેશે અને ઉદ્યોગને મંદીના માહોલમાંથી બહાર આવવામાં મદદ મળશે.
ખાનગી ક્ષેત્ર સાથેના સંકલનથી લેવાયો નિર્ણય:
દુબઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરિઝમના ડાયરેક્ટર જનરલ હેલાલ સઈદ અલમારીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયો ખાનગી ક્ષેત્ર સાથેના સતત સંકલન અને સ્પષ્ટ નેતૃત્વનું પરિણામ છે. દુબઈનું આર્થિક મોડેલ હંમેશા ચપળતા અને સહકાર પર આધારિત રહ્યું છે. ત્રણ મહિનાના સમયગાળા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરી વધુ વિસ્તરણ અંગે વિચારણા કરવામાં આવશે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે હોસ્પિટાલિટી ક્ષેત્રના હિતધારકો સાથેની ચર્ચાઓ બાદ જ આ રાહતોના મસદ્દા તૈયાર કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
