<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ઈરાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન ઘાયલ,તેમનાં પત્‍નીનું મૃત્‍યુ થયું

તેહરાન તા.૩: ઈરાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન કમાલ ખરાજીના તેહરાનના ઘર પર ગુરુવારે અમેરિકાએ હુમલો કર્યો હતો. એમાં તેમનાં પત્‍નીનું મૃત્‍યુ થયું હતું અને કમાલ ખરાજીને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં ભરતી કરવામાં આવ્‍યા છે. કમાલ ખરાજી હાલમાં ઈરાનની સ્‍ટ્રેટેજિક ફોરેન રિલેશન્‍સ કાઉન્‍સિલના ચેરમેન છે. આ સંસ્‍થા દેશના સર્વોચ્‍ચ નેતાને સલાહ આપે છે અને વિદેશનીતિ સાથે સંકળાયેલા નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એવું જાણવા મળ્‍યું છે કે કમાલ ખરાજી હાલમાં પાકિસ્‍તાનની સાથે સીઝફાયર વાતોને લઈને બેકચેનલના સંપર્કમાં હતા. જોકે એ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

(4:05 PM IST)