હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બની : નૌસેનામાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલથી સજ્જ યુદ્ધજહાજ INS તારાગિરી સામેલ
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ યુદ્ધજહાજને ભારતીય નૌસેનાને સોંપ્યું :આ યુદ્ધજહાજ દુશ્મનોની રડારથી બચી શકે તેવી આધુનિક સ્ટેલ્થ ક્ષમતાઓ ધરાવે છે

વિશાખાપટ્ટનમ ખાતે ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ INS તારાગિરીને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહએ આ યુદ્ધજહાજને ભારતીય નૌસેનાને સોંપ્યું હતું. INS તારાગિરીને ‘ઓલ રાઉન્ડર’ યુદ્ધજહાજ તરીકે ઓળખવામાં આવે છે, જે દુશ્મનોની રડારથી બચી શકે તેવી આધુનિક સ્ટેલ્થ ક્ષમતાઓ ધરાવે છે. આ યુદ્ધજહાજ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલથી સજ્જ છે અને તેમાં આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે તેને હવાઈ અને સમુદ્રી હુમલાઓ સામે વધુ સક્ષમ બનાવે છે. ખાસ વાત એ છે કે INS તારાગિરી સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ બળ આપે છે. આ યુદ્ધજહાજના સમાવેશથી ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
