News of Friday, 3rd April 2026
ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસે મેચ ફિક્સિંગ કર્યું હોવાના જયંત પટેલ ‘બૉસ્કી’ના આક્ષેપથી રાજકારણ ગરમાયું
કોંગ્રેસના નવા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણના નામ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા બૉસ્કીએ કહ્યું કે, આ પસંદગી જોતા લાગે છે કે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર જાણે બિનહરીફ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ

ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસે મેચ ફિક્સિંગ કર્યું હોવાના જયંત પટેલ ‘બૉસ્કી’ના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. આણંદ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અગ્રણી નેતા જયંત પટેલ ‘બૉસ્કી’એ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાજપ સાથે આડકતરું ‘મેચ ફિક્સિંગ’ કર્યું છે.
જયંત પટેલે વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે સમયે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન હતું. તેમ છતાં, કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ NCPના ઉમેદવારને ટેકો આપવાને બદલે વિરોધ કર્યો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસના જ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવામાં પડદા પાછળ ભૂમિકા ભજવી હતી, જેના કારણે NCPને મતોનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા નવા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણના નામ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા બૉસ્કીએ કહ્યું કે, આ પસંદગી જોતા લાગે છે કે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર જાણે બિનહરીફ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
